આણંદ: ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણના નામની કરી જાહેરાત | Congress Fields Bhrugurajsinh Chauhan for Umreth By Election Seat in Anand

Umreth Seat By-Election: આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આગામી 23 એપ્રિલના રોજ મતદાન થવાનું છે. વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે, ત્યારે શુક્રવારે(3 એપ્રિલ, 2026) અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ(AICC) દ્વારા ઉમરેઠ વિધાનસભા બેઠક માટે ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણના નામની કરી જાહેરાત
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ ઉમરેઠ બેઠક પરથી ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણની ઉમેદવારી પર મહોર મારી છે. આ અંગેની સત્તાવાર માહિતી કોંગ્રેસના જનરલ સેક્રેટરી કે.સી. વેણુગોપાલ દ્વારા જારી કરવામાં આવેલી એક યાદીમાં આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ઉમરેઠ બેઠક આણંદ જિલ્લાની મહત્ત્વની બેઠક ગણાય છે. કોંગ્રેસે આ બેઠક પર સ્થાનિક પ્રભુત્વ ધરાવતા ચહેરાને મેદાને ઉતારીને ચૂંટણી જંગ જીતવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉમેદવારના નામની જાહેરાત થતા જ સ્થાનિક કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હવે આગામી દિવસોમાં પ્રચાર અભિયાન વધુ વેગ પકડશે.
ગુજરાતની પેટા ચૂંટણીની તમામ વિગતો
▪️ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવાની તારીખ: 30.03.2026 (સોમવાર)
▪️ ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ: 06.04.2026 (સોમવાર)
▪️ ઉમેદવારની ચકાસણી કરવાની તારીખ: 07.04.2026 (મંગળવાર)
▪️ ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ: 09.04.2026 (ગુરુવાર)
▪️ મતદાનની તારીખ: 23.04.2026 (ગુરુવાર)
▪️ ચૂંટણી પરિણામ (મતગણતરી) તારીખ: 04.05.2026 (મંગળવાર)



