गुजरात

નો રીપીટ થિયરી છતાં અમદાવાદમાં ત્રણ ટર્મથી ભાજપનો વોટશેર ૫૦ ટકાથી પણ ઉપર રહયો | Despite the no repeat theory



     

  અમદાવાદ, ગુરુવાર,2 એપ્રિલ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બે દાયકાથી ભાજપે સત્તા
મેળવવા નો રીપીટ થિયરી અપનાવી છે.ટિકીટ વહેંચણી સમયે થોડો ઘણો અસંતોષ સામે આવે છે.
આમ છતાં છેલ્લી ત્રણ ટર્મમા ભાજપનો વોટશેર ૫૦ ટકાથી પણ ઉપર રહયો છે. વર્ષ-૨૦૨૧ની
મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો વોટશેર ૫૨.૯૦ જયારે કોંગ્રેસનો વોટશેર
૨૬.૭૫ ટકા રહયો હતો.

વર્ષ-૨૦૧૦થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની યોજાયેલી
ચૂંટણીના પરિણામ  જોતા  કોંગ્રેસની મતબેંકમા સતત ધોવાણ જોવા મળી રહયુ
છે.વર્ષ-૨૦૦૦માં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ અમદાવાદમાથી ૬૩ બેઠક જીતતા
અપક્ષ કોર્પોરેટરોના ટેકા સાથે પાંચ વર્ષ મ્યુનિસિપલ કોર્પોરેશનમા સત્તા ભોગવી
હતી. એ પછી વર્ષ-૨૦૦૫થી જેટલી ચૂંટણી થઈ એ તમામમા કોંગ્રેસનો વોટશેર ઘટવાની સાથે
કોર્પોરેટરોની સંખ્યા પણ ઘટી હતી.વર્ષ-૨૦૦૫માં કોર્પોરેશનમાં કુલ ૧૨૯ બેઠક પૈકી
ભાજપને ૯૬ બેઠક મળી હતી.કોંગ્રેસને ૩૨ બેઠક જયારે એક બેઠક અપક્ષને મળી હતી.વોટશેર
જોવામા આવે તો વર્ષ-૨૦૧૦માં ભાજપનો વોટશેર ૫૩.૮૨ જયારે કોંગ્રેસનો વોટશેર ૩૨.૬૨
ટકા રહયો હતો. વર્ષ-૨૦૧૫માં ભાજપનો વોટશેર ૫૦.૨૮ જયારે કોંગ્રેસનો ૪૧.૭૫ ટકા
વોટશેર હતો.વર્ષ-૨૦૨૧માં ભાજપનો ૫૨.૯૦ ટકા જયારે કોંગ્રેસનો ૨૬.૭૫ ટકા વોટશેર
નોંધાયો હતો.



Source link

Related Articles

Back to top button