गुजरात
ગોરવાના રમેશ નગરમાં પકડાયેલા 13 લાખના દારૃના કેસમાં સપ્લાયરનું નામ ખૂલ્યું | Supplier’s name revealed in 13 lakh worth liquor case seized in Gorwa

![]()
વડોદરાઃ ગોરવાના રમેશ નગરમાંથી પકડાયેલા રૃ.૧૩ લાખના દારૃના કેસમાં પોલીસને સપ્લાયરનું નામ મળતાં તેની તપાસ હાથ ધરી છે.
રમેશ નગરમાં દારૃનો મોટો જથ્થો રિક્ષામાં સપ્લાય થઇ રહ્યો હોવાની માહિતી મળતાં એલસીબી ઝોન-૧ના સ્કવોડે રૃ.૧૩ લાખનો દારૃ,રિક્ષા,મોબાઇલ મળી કુલ રૃ.૧૫ લાખની મતા કબજે કરી ખેપિયા ખાલીદ કાસમભાઇ શેખ(રમેશ નગર) અને મો.યુનુસ ઝાકીરભાઇ શેખ(સાંઇનાથ નગર, કરોડિયા રોડ)ને ઝડપી પાડી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
પોલીસની તપાસમાં દારૃનો ધંધો નવાયાર્ડ મોમિન પાર્કમાં રહેતો ઇમરાન ઇબ્રાહીમ રાઠોડ કરતો હોવાની અને દારૃનો માલ દમણ તરફથી અરવિંદ ચડ્ડો મોકલતો હોવાની વિગતો ખૂલતાં બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે.


