गुजरात

અમદાવાદનો આ અંડરબ્રિજ 3થી 7 એપ્રિલ દરમિયાન બપોરે 12થી સાંજે 5 વાગ્યા સુધી બંધ, જાણો વૈકલ્પિક રૂટ | ahmedabad shahibaug underbridge closed april 3 to 7 traffic diversion update



Shahibaug Underbridge Closed: અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા અંડરબ્રિજ પર રેલવે ટ્રેકના સ્ટ્રેન્થનીંગ અને જર્જરિત પ્લેટો બદલવાની કામગીરીને પગલે ટ્રાફિકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વેસ્ટર્ન રેલવે વિભાગ દ્વારા કરવામાં આવતી આ કામગીરી માટે અગાઉ મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ ટ્રેનોની સતત અવર-જવરને કારણે કામ પૂર્ણ ન થતા હવે નવી સમયમર્યાદા જાહેર કરવામાં આવી છે.

બંધ રહેવાનો સમય અને તારીખ

તારીખ: 3 એપ્રિલ 2026 થી 7 એપ્રિલ 2026 

સમય: દરરોજ બપોરે 12:00 થી સાંજના 17:00 (5:00) વાગ્યા સુધી 

સ્થિતિ: આ સમય દરમિયાન અંડરબ્રિજના ત્રણેય પ્રવેશ અને નિકાસ માર્ગો વાહનો માટે બંધ રહેશે.

વૈકલ્પિક માર્ગોની વિગત

ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા નીચે મુજબના ડાયવર્ઝન આપવામાં આવ્યા છે:

1. દિલ્હી દરવાજા કે સુભાષબ્રિજથી એરપોર્ટ/ગાંધીનગર તરફ જવા માટે:

• સુભાષબ્રિજના છેડે શિલાલેખ ફ્લેટ થઈ રિવરફ્રન્ટ રોડનો ઉપયોગ કરી ડફનાળા થઈને જઈ શકાશે.

2. એરપોર્ટ/ગાંધીનગરથી શહેર તરફ આવવા માટે:

• ડફનાળાથી રિવરફ્રન્ટનો ઉપયોગ કરી શકાશે.

• અસારવા, ગીરધરનગર કે કાલુપુર તરફ જવા માટે શાહીબાગ થઈ મહાપ્રજ્ઞજી બ્રિજનો ઉપયોગ કરી શકાશે.

આ પણ વાંચો: ગુજરાત પોલીસ ભરતી: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, 2.63 લાખ ઉમેદવાર પાસ, જુઓ યાદી

3. ગીરધરનગર/અસારવાથી ગાંધીનગર/એરપોર્ટ જવા માટે:

• શાહીબાગથી અનેક્ષી, ગાયત્રી મંદિર થઈ આર્મી કેન્ટોનમેન્ટ રોડ દ્વારા ઇન્દિરા બ્રિજ કે ગાંધીનગર તરફ જઈ શકાશે.

આ અંગે સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક) નીરજ કુમાર બડગૂજર દ્વારા જાહેરનામું બહાર પાડી નાગરિકોને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button