વડોદરાના તાંદલજા વિસ્તારમાં સ્કૂટર ચાલક વેપારીને ચપ્પુ બતાવી 3.50 લાખના વકરા અને મોબાઈલની લૂંટ | businessman robbed of 3 50 In Tandalja area of Vadodara

![]()
Vadodara Robbery Case : વડોદરા તાંદલજા વિસ્તારમાં ગઈકાલે સાંજે એક વેપારીને ચપ્પુની અણીએ લૂંટી લેવાનો બનાવ બનતા પોલીસે ત્રણ લૂંટારાની તપાસ હાથ ધરી છે.
તાંદલજાની તઈબા હાઈટ્સમાં રહેતા અને પ્લાય સેંટર નામની દુકાન ધરાવતા હુસેન સાહેરવલાએ પોલીસને કહ્યું છે કે, ગઈકાલે સાંજે હું દુકાને હતો ત્યારે મારા કાકાએ બકરાના સાડા ત્રણ લાખ રૂપિયા મને આપ્યા હતા. જે રકમ મારે જમા કરાવવાની હોવાથી થેલી સ્કૂટરમાં મૂકી દર તરફ જઈ રહ્યો હતો.
આ વખતે કિસ્મત ચોકડીથી મહારાજા ચાર રસ્તાની વચ્ચે સ્કૂટર ઉપર આવેલા ત્રણ જણાએ મને આંતરી લીધો હતો અને એક જણાએ મારા સ્કૂટર પર પગ મૂકી દીધો હતો. ત્યારબાદ બીજા એક લૂટારુંએ મારા સ્કૂટરમાંથી ચાવી કાઢી લીધી હતી અને ગાડી સાઈડ મેં લગા દે.. ડીકી ખોલ… પૈસા દે દે તેમ કહી ખિસ્સામાંથી ચપ્પુ કાઢી બતાવ્યું હતું.
ત્યારબાદ તેણે મારા સ્કૂટરમાંથી રોકડ કાઢી લીધી હતી. લુંટારું એ તેરે પાસ જો હૈ વો દે દે.. તેમ કહી મારો મોબાઇલ પણ લૂંટી લીધો હતો. પોલીસે આ બાબતે તપાસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.



