2025-26 નાણાકીય વર્ષમાં RTO ની આવક 402.54 કરોડ નોંધાઈ | RTO revenue recorded at Rs 402 54 crore in the financial year 2025 26

![]()
Vadodara RTO Office : વડોદરા (આર.ટી.ઓ)ની વિત્તીય વર્ષ 2025-26 દરમિયાન આવકમાં પાછલા બે વર્ષની સરખામણીએ વધારો નોંધાયો છે.
વાહન નોંધણી ફી, રોડ ટેક્સ, દંડ, ફેન્સી નંબર હરાજી, પરમિટ અને ફિટનેસ જેવી વિવિધ સેવાઓ મારફતે વિભાગે રૂ.40254 કરોડની વસૂલાત કરી છે. શહેરમાં ટુ-વ્હિલર, ફોર-વ્હીલર અને કોમર્શિયલ વાહનોની વધતી સંખ્યાને કારણે નોંધણી ફી અને ટેક્સ આવકમાં મોટો ફાળો રહ્યો છે.
એપ્રિલ 2025 થી માર્ચ 2026 દરમિયાન કુલ 1,51,834 નવા વાહનોનું રજિસ્ટ્રેશન થયું હતું. ડિજિટલ સેવાઓ, ઓનલાઈન પેમેન્ટ અને હરાજી પ્રક્રિયાના અમલથી વસૂલાત વધુ! પારદર્શક બની છે.
સરકારી પરિવહન પોર્ટલના આંકડા મુજબ વર્ષ 2024માં કુલ આવક રૂ.367.33 કરોડ રહી હતી, જ્યારે વર્ષ 2025-26માં આવક વધીને 402.54 કરોડ રૂપિયા થઈ છે. આ રીતે છેલ્લા બે વર્ષમાં કુલ આવકમાં 9.59 ટકા વધારો નોંધાયો છે.
ફેન્સી નંબર માટે રૂ.3 લાખની બોલી
ફેન્સી નંબરોની હરાજી આરટીઓ માટે આવકનું મહત્વનું સાધન બની રહી છે. લોકપ્રિય નંબરો માટે લોકો લાખોની બોલી લગાવતા હોવાથી વિભાગને સીધી આવક મળે છે. વર્ષ 2025-26 દરમિયાન 18,141 વાહનોથી રૂા.8.73 કરોડની આવક થઈ હતી, જેમાં એક જ વાહનના ફેન્સી નંબર માટે 3 લાખ રૂપિયા સુધીની બોલી લાગી હતી. જ્યારે વર્ષ 2024-25 દરમિયાન 14,743 વાહનોથી રૂ.7.77 કરોડની આવક થઈ હતી.



