गुजरात

માંડલના શ્રી ખંભલાય માતાજીના લલાટ પર થયું ‘સૂર્યતિલક’ | ‘Suryatilak’ done on the forehead of Shri Khambhalay Mataji of Mandal



વર્ષમાં
માત્ર એકવાર સર્જાતી ખગોળીય ઘટના

સવારે
આરતી સમયે ભક્તોએ
સૂર્યતિલકના દર્શનનો લ્હાવો લીધો ઃ ગર્ભગૃહ પ્રકાશથી
ઝળહળી ઉઠયું

માંડલ – 
માંડલના ઐતિહાસિક શ્રી ખંભલાય માતાજી મંદિરે આજે વહેલી સવારે
એક દુર્લભ ખગોળીય ઘટના આકાર પામી હતી. વર્ષમાં માત્ર એક જ વાર બનતી આ ઘટનામાં
,
સૂર્યનારાયણનું પ્રથમ કિરણ સીધું માતાજીના ગર્ભગૃહમાં પ્રવેશી,
તેમના લલાટ (કપાળ) પર સ્થાપિત હીરાજડિત સૂર્યતિલક પર આપાત થયું
હતું. આરતી સમયે ઉપસ્થિત ભક્તો આ દિવ્ય તેજ નિહાળી ધન્ય થયા હતા.

માંડલ
નગરમાં બિરાજમાન આદ્યશક્તિ શ્રી ખંભલાય માતાજીના મંદિરે આજે ચૈત્ર માસની ઉદિત
સવારે એક અદભુત અને અલૌકિક દ્રશ્ય સર્જાયું હતું. વર્ષમાં માત્ર એક જ વાર બનતી
અત્યંત દુર્લભ ઘટના મુજબ
,
સૂર્યદેવના પ્રથમ પ્રભાત કિરણોએ માતાજીના ચરણો સ્પર્શીને સીધા તેમના
લલાટ પર બિરાજમાન સૂર્યતિલકને પ્રજ્વલિત કર્યું હતું. આ મનોહર
સૂર્ય અભિષેકઅથવા સૂર્યતિલકનો લ્હાવો લેવા વહેલી સવારની આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા.

મંદિરના
પૂજારી રાજભાઈ રાવલના જણાવ્યા અનુસાર
,
આ ઘટના પાછળ પ્રાચીન ભારતીય સ્થાપત્ય કલા અને ખગોળશાનું ઊંડું
જ્ઞાાન છુપાયેલું છે. મંદિરનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું છે કે ગર્ભગૃહમાં
બિરાજમાન માતાજીનું મુખ પૂર્વ દિશા તરફ રહે. સૂર્યનારાયણ જ્યારે પોતાની ધરી પર
પરિભ્રમણ કરતાં ચોક્કસ સ્થાન પર આવે છે
, ત્યારે વર્ષના આ
દિવસોમાં (ખાસ કરીને એપ્રિલ માસની શરૃઆતમાં) સવારે ૭થ૦૦ થી ૭થ૩૦ કલાકે તેમનું કિરણ
સીધું ગર્ભગૃહમાં પ્રવેશે છે.

આજે
સવારે આરતી સમયે
, અંદાજે ૭ઃ૧૫ કલાકે, સૂર્યનું તેજસ્વી કિરણ માતાજીના
લલાટ પર જડેલા રક્તવર્ણ (રૃબી) હીરાના તિલકની મધ્યમાં બરાબર આપાત થયું હતું. આ
સમયે સમગ્ર ગર્ભગૃહ દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠયું હતું. આરતીમાં ઉપસ્થિત ભક્તોએ આ
નયનરમ્ય અને મનોહર દ્રશ્ય નજરે નિહાળ્યું હતું અને માતાજીના આ દિવ્ય સ્વરૃપના
દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ઘટના મંદિરોના નિર્માણમાં છુપાયેલી પ્રાચીન ખગોળીય
ચોકસાઈનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.



Source link

Related Articles

Back to top button