गुजरात
વડોદરા જિ.પં.ની 34 અને 8 તા.પં.માં ભજપની ટિકિટ મેળવવા ધસારો,લેડી ડોક્ટર ઘોડિયા અને બાળક સાથે આવી | Ticket contenders in Panchayat elections flock to BJP office

![]()
વડોદરાઃ વડોદરા જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે ભાજપની બે દિવસની સેન્સ પ્રક્રિયાનો આજે પ્રારંભ થતાં ટિકિટ મેળવવા ભારે ધસારો રહ્યો હતો.જેમાં યુવાનોની સંખ્યા વધુ હતી.
વડોદરા જિલ્લા પંચાયતની ૩૪ બેઠક અને આઠ તાલુકા પંચાયતોની કુલ ૧૭૦ બેઠક સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપે સેન્સ પ્રક્રિયા શરૃ કરતાં આજે પહેલા દિવસે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સાવલી અને ડેસર તાલુકાના દાવેદારો મોટી સંખ્યામાં ઉમટયા હતા.
આવી જ રીતે કરજણ એપીએમસી ખાતે કરજણ અને શિનોર તાલુકાના દાવેદારોને ભાજપના નિરીક્ષકોએ સાંભળ્યા હતા.સરેરાશ દરેક સીટ પર આઠ થી દસ દાવેદારો ટિકિટ માગી રહ્યા હોવાનું પ્રાથિમિક રીતે જણાઇ આવ્યંુ છે.તેમાં પણ સાવલીની એક મહિલા ડોક્ટર નવજાત શિશુ અને ઘોડિયું લઇને ટિકિટ મેળવવા આવતાં ચર્ચાનો વિષય બની હતી. આવતીકાલે બીજા ચાર તાલુકા માટે સેન્સ લેવાશે.



