गुजरात

શહેરમાં કોમર્શિયલ સિલિન્ડર નહિ મળતાં ખાણી પીણીની લારીઓ બંધ કરવી પડે તેવી નોબત | Food stalls in the city face closure due to lack of commercial cylinders



વડોદરાઃ વડોદરામાં પણ કોમર્શિયલ સિલિન્ડર માટે બૂમો પડી રહી છે અને તેના અભાવે ખાણી પીણીની લારીઓ બંધ કરવી પડે તેવી નોબત આવી છે.

ચા અને નાસ્તાની લારીઓ દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.પરંતુ ઇરાન-ઇઝરાયેલ યુધ્ધને કારણે કોમર્શિયલ સિલિન્ડરો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

શ્રમજીવીઓનું કહેવું છે કે,ખાનગી કંપનીના સિલિન્ડર રૃ.૫હજારના ભાવે મળે છે તો તેમની પાસે સિલિન્ડર કેવી રીતે આવે છે.અમે નોંધણી માટે ફોન કરીએ છીએ તો ફોન પણ કોઇ ઉપાડતું નથી.કેટલાક લોકો બ્લેકમાં પણ સિલિન્ડર વેચતા હોવાની ચર્ચા ચાલી રહી છે.



Source link

Related Articles

Back to top button