૬૧ લાખની ઠગાઇમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 61 lakh fraud case rejected

![]()
વડોદરા : તમારા બેંક એકાઉન્ટમાં મની લોન્ડરિંગ થયું છે તેમ જણાવી મુંબઇ
સાયબર ક્રાઇમના અધિકારી તરીકેની ઓળખ આપી ૬૧ લાખ પડાવી લેવાના બનાવમાં
સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મૂકતા ન્યાયાધીશે અરજદારની અરજી રદ કરી
હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, આથક ગુનાઓને અન્ય સામાન્ય ગુનાઓ કરતા અલગ રીતે
જોવા જોઈએ કારણ કે તેમાં ઊંડા કાવતરાં રચાયેલા હોય છે.
કેસની વિગત એવી છે કે, ઓગસ્ટ ૨૦૨૪માં ફરિયાદી મહિલાને મુંબઈ અંધેરી
પોલીસ સ્ટેશન અને સાયબર ક્રાઇમ બ્રાન્ચના નકલી અધિકારી બની ફોન કરવામાં આવ્યા હતા.
ઠગબાજોએ ફરિયાદીના બેંક ખાતામાં મની લોન્ડરિંગ થયું હોવાનો ડર બતાવી, ધરપકડની ધમકી આપીને વીડિયો કોલ પર ડિજિટલ અરેસ્ટ જેવી સ્થિતિ ઊભી કરી હતી
અને કટકે-કટકે કુલ રૃ. ૬૧ લાખથી વધુની રકમ પડાવી લીધી હતી.
આ કેસમાં પોલીસે શિવમ ખેરનાર નામના આરોપીની ધરપકડ કરી હતી અને
તેણે જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આરોપી
શિવમની ભૂમિકા જરૃરિયાતમંદ લોકોના બેંક ખાતાઓ ભાડે મેળવવાની હતી.તપાસમાં ખાતાઓમાં
છેતરપિંડીની રકમ જમા થતી, ત્યારે તે ખાતાધારકો સાથે મળીને
રોકડ ઉપાડી લેતો અને હવાલા મારફતે અન્ય સહ-આરોપીઓને મોકલી આપતો, જેઓ આ રકમથી યુએસડીટી ખરીદતા હતા.



