गुजरात

ટેકાના ભાવે ઘઉની ખરીદી આગામી 15 મે સુધી કરાશે, પ્રતિ હેક્ટર 3295 કી.ગ્રાની મર્યાદા | Wheat will be purchased at support price till May 15 limit of 3295 kg per hectare



– પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાના 3244 ખેડૂતોની અરજી મંજૂર કરાઈ 

– સરકાર દ્વારા પ્રતિમા 517 નો ભાવ નિશ્ચિત કરાયો ખરીદી બાદ ડીબીટીથી ચૂકવણા કરાશે

ભાવનગર : રવિ શિયાળો ઘઉંના પાક માટે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરાઈ હતી જે અંતર્ગત જિલ્લામાંથી ૩,૩૯૬ ખેડૂતોએ ઓનલાઇન ફોર્મ ભર્યા હતા જ્યારે આ ખરીદી શરૂ કરે છે અને તે પ્રતિ સેક્ટર ૩૨૯૫ કીગ્રાની મર્યાદામાં આગામી તારીખ ૧૫- ૫ સુધી ખરીદી કરવાનું નિયત કરાયું છે 

મળતી વિગતો મુજબ ખેડૂતોને પોતાની ખેત પેદાશના પૂરતા ભાવ મળી રહે અને સરકારમાં પુરવઠો જળવાઈ રહે તે હેતુ વખત ટેકાના ભાવે વિવિધ જણસીની ખરીદી થતી હોય છે હાલ રવિ શિયાળુ પાકમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત થયા બાદ વિવિધ તાલુકામાં થકે અને ગ્રામ પંચાયતોમાં વીસી મારફત ફોર્મ ભરવાની કામગીરી આરંભભાઇ હતી જેમાં અંતિમ તારીખ સુધીમાં જિલ્લામાંથી ૩૩૯૬ ખેડૂતોએ પોતાના ઘઉં ટેકાના ભાવે વેચવા સંમતિ દર્શાવી હતી જોકે આ ફોર્મમાં ૩૨૪૪ ફોર્મ મંજૂર કરાયા હોવાનું જણાવ્યું છે સરકારી તંત્રના પુરવઠા વિભાગ દ્વારા હાલ ઘઉંની ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે ત્યારે સરકારની જાહેરાત બાદ ખરીદીની મર્યાદા અને ક્યાં સુધી ખરીદી કરવી તેની ગાઈડલાઈન બાકી હતી જોકે તાજેતરમાં આ બાબતે સ્પષ્ટતા થવા પામી છે અને આજથી આગામી ૧૫ મે સુધી આ ખરીદી તંત્ર દ્વારા કરાશે જ્યારે મર્યાંદાની બાબતમાં પ્રતિ એક્ટર ૩૨૯૫ કીગ્રાની ખરીદી કરવાનું નિશ્ચિત કરાયું છે ભરાયેલા ફોર્મ પરથી તળાજા તાલુકામાં સૌથી વધુ ૧,૩૬૩ ખેડૂતોએ ફોર્મ ભર્યા છે જ્યારે પાલીતાણામાં ૫૬૯, મહુવામાં ૫૦૯ અને ગારીયાધારમાં ૩૨૮ ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે જ્યારે સૌથી ઓછા ફોર્મ વલભીપુરમાં બે ખેડૂતોએ ભર્યા હોવાનું જણાયું છે જેથી ઘઉની ટેકાના ભાવે ખરીદી પણ તળાજા તાલુકામાંથી સૌથી વધુ રહેવા પામશે આમ ટેકાના ભાવે ખરીદી થયેલ ઘઉંના ચૂકવવાના પણ તંત્ર દ્વારા ડીબીટી થી ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં જમા આપવાની વ્યવસ્થા ગોઠવાઈ હોવાનું જાણવા મળ્યું છે



Source link

Related Articles

Back to top button