गुजरात
વન ડે, વન રોડ હેઠળ ખોડીયારનગરથી માણેક પાર્ક અને વોર્ડ નં. 2 ચાણક્યપુરીના હંગામી દબાણોનો સફાયો | One Day One Road Temporary encroachments from Khodiyarnagar to Manek Park and Chanakyapuri removed

![]()
વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં વન ડે, વન રોડ કાર્યક્રમ હેઠળ ચાલતી કામગીરીમાં અડચણ રૂપ થતા ગેરકાયદે ખાણીપીણીની લારીઓ, ચા પાણીના ગલ્લા, તથા ફ્રુટના તંબુઓ તોડી નાખીને ન્યુ વીઆઇપી રોડના ખોડીયાર નગરથી હરણી માણેક પાર્ક સુધીના અડચણરૂપ ગેરકાયદે હંગામી દબાણો ખાણીપીણીની લારીઓ, ફ્રુટના તંબુઓ, તથા દુકાનો આગળ મુકેલો સામાન તથા ગલ્લાઓ મળીને એક ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો. આવી જ રીતે શહેરના વોર્ડ નં. 2માં સમા ચાણક્યપુરી ચાર રસ્તા વિસ્તારમાં ચાલતી કામગીરીમાં અડચણરૂપ ગેરકાયદે દબાણો હટાવીને પાલિકા તંત્રની દબાણ શાખાએ બે ટ્રક જેટલો માલ સામાન મળીને કુલ ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબ્જે કર્યો હતો.



