गुजरात

જામનગરના પૂર્વ વિપક્ષના નેતાના ભત્રીજા વગેરે પર ફાયરિંગ કરવાના ગુનામાં એક મહિલા સહિત વધુ 3 આરોપીઓ પકડાયા | 3 more accused including a woman caught for firing on nephew of former opposition leader of Jamnagar



જામનગર તાલુકાના વસઇ ગામ પાસે ગત 22મી તારીખે રાત્રિના બનેલા ફાયરીંગના બનાવમા 6 આરોપીઓને હથિયારો અને વાહનો સાથે પોલીસે ત્વરીત પકડી પાડયા હતા, જે પ્રકરણમાં એક મહિલા સહિત વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે પકડેલા અને રિમાન્ડ પર રહેલા સહિત કુલ 9 આરોપીઓને જેલમાં મોકલી દેવાયા છે, જ્યારે ત્રણ આરોપીઓને પકડવાના બાકી છે.

જામનગરના માજી કોર્પોરેટર અસલમભાઇ કરીમભાઇ ખીલજી એ સિક્કા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમા જણાવ્યું હતું કે તેઓના ભત્રીજા શાહનવાઝ મહમદ હનીફભાઇ ખીલજી તથા રઉફ ગુલામહુશેન વિગેરે ચાર લોકો ઉપર ફાયરીંગ કરી, વસઇ ગામ પાસે થાર ગાડીને આરોપીઓની ગાડીઓએ ઠોકર મારી શાહનવાઝ હનીફભાઇ ખીલજી તથા રઉફ ગુલામહુશેન ને ફેકચરની ગંભીર ઇજા કરી, આરોપીઓ નાશી ગયેલ હતા.

આ ગુનાને અંજામ આપનાર આરોપી અલ્તાફ ગફાર ખફી એ અન્ય આરોપીઓ સાથે મળી પુર્વ આયોજીત કાવત્રુ રચેલું અને અલ્તાફ ગફાર ખફીના કહેવાથી,અનવર ગફાર ખફી, મુખ્યાર ઉર્ફે ટોપી અબ્બાસ કુરેશી, તબરેજ મહેબુબ ખફી,મોસીન પચાસીયો વિગેરે-૦૯ વિરૂધ્ધ સિકકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

દરમિયાન પોલીસે ૬ આરોપીઓ મોસીન ઉર્ફે મુસો મહેબુબભાઈ રુમી, હમીદ ઉર્ફે રાંઝો જાનમહમદ બ્લોચ, તબરેજ રફીકભાઈ હાલાણી, નુરમામદ ખલીલભાઈ સિદીકી, તોહીદખાન ઉર્ફે પપ્પુ ફિરોજખાન શેખ, અને વિજય ઉર્ફે ગોનો ધેલાભાઈ સીંગરખીયા વગેરેની ધરપકડ કરી લીધી હતી.

જેઓ પાસેથી દેશી બનાવટના બે નંગ તમંચા, 3 નંગ જીવતા કાર્ટિસ, 4 નંગ લોખંડ પાઇપ, 1 નંગ લોખંડનો કોયતો, છરી, હથોડી સહિતના હથિયારો તેમજ એક નંગ બલેનો કાર અને 1 નંગ થાર જીપ સહિત કુલ રૂપિયા 18,10440નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં ત્રણ આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ પર જ્યારે ત્રણ આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડ પર લેવાયા હતા.

આ પ્રકરણની તપાસ દરમિયાન પોલીસે એક મહિલા સહિતના વધુ ત્રણ આરોપીઓ ફરીદાબેન ખફી, મુસ્તાક ઉર્ફે હુસેન બોદુભાઇ ખફી અને મુખ્તાર ખફીની અટકાયત કરી લીધી હતી. જે મહિલા સહિતના કુલ ૯ આરોપીઓને જેલહવાલે કરી દેવાયા છે.

આ ઉપરાંત આ પ્રકરણના મુખ્ય આરોપી એવા અલ્તાફ ખફી, અનવર ખફી, અને મહેબુબ ખફી ને હજુ પકડવા ના બાકી છે. જેમાં અલ્તાફ ખફી હાલ જેલવાસ ભોગવી રહ્યા છે, અને જેલમાંથી તેનો કબજો મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.



Source link

Related Articles

Back to top button