गुजरात

ગુજરાત પર માવઠાનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી | Unseasonal Rain Likely in Gujarat as Western Disturbance Becomes Active



Gujarat Weather Update: ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે ફરી એકવાર કમોસમી વરસાદી માહોલ સર્જાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટર્ફની સંયુક્ત અસરને પગલે રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, સોમવારે (30 માર્ચ) રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને તેજ પવન સાથે હળવા વરસાદની શક્યતા છે, જેને પગલે ખેડૂતોમાં ફરી ચિંતાના વાદળો છવાયા છે.

કયા જિલ્લાઓમાં માવઠાની આશંકા?

હવામાન વિભાગની આગાહી અનુસાર, ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં કમોસમી વરસાદી પડી શકે છે. આ વિસ્તારોમાં વરસાદની સાથે 30થી 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાની પણ શક્યતા છે.  આજે વાદળછાયું વાતાવરણ રહેશે, મહત્તમ તાપમાન 37°C આસપાસ રહેવાની શક્યતા.

આ પણ વાંચો: અમદાવાદ: આનંદનગરમાં ક્રિકેટ રમતા બાળકોના ઝઘડામાં વાલીઓ બાખડ્યા, બહારથી માણસો બોલાવી મહિલા પર હુમલો કર્યાના આક્ષેપ

આગામી દિવસોમાં ગરમીથી મળશે રાહત

વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યના તાપમાનમાં પણ ફેરફાર નોંધાશે. આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે, જેનાથી લોકોને કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળશે.

ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર

માવઠાનો આ સિલસિલો માત્ર આજ પૂરતો સીમિત નથી. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બીજી અને ત્રીજી એપ્રિલે ફરી એકવાર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. ભર ઉનાળે સર્જાયેલા આ વરસાદી માહોલને કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.



Source link

Related Articles

Back to top button