गुजरात

ડાકોર પાલિકાના ચૂંટાયેલા સભ્યોએ જાતે જ સફાઈ કરવાનો વારો આવ્યો | It was the turn of the elected members of Dakor Municipality to clean up themselves



– સફાઈ કામદારોની હડતાલની અસર

– જાહેર માર્ગો પર કચરો ફેંકનાર વેપારીઓને રૂ. 200 થી રૂ. 500 નો દંડ ફટકારવાની પાલિકા પ્રમુખની ચીમકી

ડાકોર : ડાકોર નગરપાલિકાના સફાઈ કામદારોની હડતાલને પગલે નગરની સ્વચ્છતા જોખમાતા નગરપાલિકાની ચૂંટાયેલી પાંખ એક્શનમાં આવી છે. સફાઈ કામદારો કામ પર ન આવતા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોએ જાતે રસ્તા પર ઉતરી સફાઈ કામગીરી હાથ ધરી હતી અને વેપારીઓને કચરો જાહેરમાં ન ફેંકવા કડક સૂચના આપી છે.

ડાકોર નગરપાલિકાના સફાઈ કામદારો પોતાની પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતરી ગયા છે. જેના કારણે મંદિર વિસ્તાર અને સ્ટેશન રોડ જેવા મુખ્ય માર્ગો પર ગંદકીના ગંજ ખડકાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ પરિસ્થિતિમાં પાલિકા પ્રમુખ દ્વારા ચૂંટાયેલા સાથી સભ્યોને ગુ્રપમાં મેસેજ કરી સફાઈ કરવા અપીલ કરવામાં આવી હતી. જેના પગલે ગત રાત્રિના સમયે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ જાતે સાવરણા પકડી રસ્તાઓ સાફ કર્યા હતા. પ્રમુખે વેપારીઓ અને દુકાનદારોને પણ અપીલ કરી છે કે, તેઓ પોતાની દુકાનનો કચરો ડોલમાં એકઠો કરે અને જાહેર માર્ગો પર ન ફેંકે. જો કોઈ વેપારી જાહેરમાં કચરો ફેંકતા પકડાશે તો તેની પાસેથી રૂપિયા ૨૦૦થી રૂ. ૫૦૦ સુધીનો દંડ વસૂલવામાં આવશે. સફાઈ કામદારોની માંગણીઓ અંગે પ્રમુખે જણાવ્યું હતું કે, તેમની કેટલીક માંગણીઓ અયોગ્ય હોવાથી તે પૂર્ણ થઈ શકે તેમ નથી. જો હડતાલ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં અન્ય ગામોમાંથી સફાઈ કામદારો બોલાવીને સફાઈ કરાવવાની તૈયારી બતાવી છે.



Source link

Related Articles

Back to top button