એલસીબી બોલેરોના ચોર ખાનામાંથી રૂ.બે લાખનો દારૂ ઝડપી પાડયો | Liquor worth Rs 2 lakh seized from the thief lair of LCB Bolero

![]()
– લખતરાના ભાસ્કરપરા ગામ પાસે
– દારૂની 740 બોટલ સાથે રાજસ્થાનના ચાલકની ધરપકડ : હળવ ના દેવળીયાનો શખ્સ ફરાર
લખતર : સુરેન્દ્રનગર એલસીબી પોલીસે બાતમીના આધારે લખતરના ભાસ્કરપરા પાટિયા પાસે વોચ ગોઠવી બોલેરો કારના ચોરખાનામાંથી રૂ.૨.૦૩ લાખનો દારૂ ઝડપી પાડયો છે. પોલીસે કાર અને મોબાઈલ સહિત કુલ રૂ.૭.૧૩ લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે.
એલસીબી પોલીસે લખતર તાલુકામાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન બાતમીના આધારે ભાસ્કરપરા ગામના પાટિયા પાસે હાઈવે પર બોલેરો કારના ચોરખાનામાં સંતાડેલી ઈંગ્લીશ દારૂની નાની ૭૪૦ બોટલ (કિં.રૂ.૨,૦૩,૫૦૦) મળી આવી હતી. પોલીસે દારૂ, કાર (રૂ.૫ લાખ), મોબાઈલ (રૂ.૧૦,૦૦૦) સહિત કુલ રૂ.૭,૧૩,૫૦૦ના મુદામાલ સાથે કાર ચાલક વિલાલખાન અરબાબખાન રાહુમા (રહે. રાજસ્થાન)ને ઝડપી લીધો હતો. ઝડપાયેલા શખ્સની પુછપરછ કરતા વિજયભાઈ જયંતિભાઈ પટેલ (રહે.જુના દેવળીયા ગામ, તા. હળવદ) અને દારૂનો જથ્થો મંગાવનાર સહિત વધુ બે શખ્સોની સંડોવણી બહાર આવી હતી. આથી ઝડપાયેલ શખ્સ સહિત કુલ ત્રણ શખ્સો સામે લખતર પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.



