જામનગરમાં એક રહેણાક મકાન પર પોલીસનો દારૂ અંગે દરોડો: ઇંગલિશ દારૂ પકડાયો, આરોપી ફરાર | Police raid a residential building in Jamnagar for liquor English liquor seized

![]()
જામનગરમાં સત્યમ કોલોની નજીક શિવમ સોસાયટીમાં પોલીસે ચોક્કસ બાતમીના આધારે દારૂ અંગે દરોડો પાડયો હતો, અને 239 નંગ ઈંગ્લીશ દારૂ ની બાટલીનો જથ્થો કબજે કર્યો છે. જે દારૂ સંતાડનાર આરોપી ભાગી છૂટ્યો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કર્યો છે.
જામનગરમાં સત્યમ કોલોની નજીક શિવમ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા મોહિત સંજયભાઈ જાદવાણીના રહેણાંક મકાન પર પોલીસે દારૂ અંગે દરોડો પાડયો હતો અને તે મકાનમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો તેમજ ચપટા મળી કુલ રૂ. 38,157નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
રેઇડ દરમ્યાન આરોપી સ્થળ પરથી હાજર મળી આવ્યો નહોતો, જેને લઈને પોલીસે તેને વૉન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે.
આ મામલે સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ કલમ 65(એ)(ઈ), 116(બી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.



