PSIની લેખિત પરીક્ષા અંગે આવી મોટી અપડેટ, જાણો કૉલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ | Gujarat Police PSI Exam Call Letter Download Updates

![]()
PSI Exam Updates: ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB/202526/1ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં PSI અને લોકરક્ષક(LRD) કેડરની શારીરિક કસોટીમાં કુલ 1,10,665 ઉમેદવારો સફળ થયા છે. આમ, આગામી 19 એપ્રિલ, 2026ના રોજ યોજાનારી PSIની લેખિત પરીક્ષાના કૉલ લેટર અંગે ભરતી બોર્ડે માહિતી આપી છે.
13 એપ્રિલથી ડાઉનલોડ થશે કૉલ લેટર
પોલીસ ભરતી બોર્ડ અનુસાર, જાહેરાત ક્રમાંક GPRB/202526/1ની PSI કેડરની પેપર-1 અને પેપર-2ની લેખિત પરીક્ષા 19 એપ્રિલ, 2026ના રવિવારના રોજ લેવાશે. આ પરીક્ષાના કૉલ લેટર 13 એપ્રિલ, 2026ના રોજ બપોરે 2 વાગ્યાથી બોર્ડની સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
શારીરિક કસોટીમાં 74,591 પુરુષ ઉમેદવારો અને 36,074 મહિલા ઉમેદવારો મળી કુલ 1,10,665 ઉમેદવારો સફળ થયા છે. વધુ માહિતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ gprb.gujarat.gov.in પરથી મળી રહેશે.



