गुजरात

અમદાવાદ: સતાધાર ચાર રસ્તા પર નવનિર્મિત ફ્લાયઓવર ખુલ્લો મુકાયો, વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મળશે મુક્તિ | Satadhar Flyover Inaugurated in Ahmedabad Major Relief for West Zone Traffic


Satadhar Flyover Inaugurated in Ahmedabad: અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના હેતુથી આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા સતાધાર જંક્શન પર નવનિર્મિત ફોરલેન ફ્લાયઓવર બ્રિજનું વિધિવત લોકાર્પણ કર્યું છે. આ બ્રિજ કાર્યરત થતા જ નારણપુરા, ઘાટલોડિયા અને સોલા સાયન્સ સિટી તરફ જતા હજારો વાહનચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

90 કરોડ રૂપિયાના ખર્ચે ટ્રાફિકમુક્ત મુસાફરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અંદાજે 90 કરોડ રૂપિયાના ખર્ચે આ આધુનિક ફોરલેન ફ્લાયઓવર બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. 936 મીટરની લંબાઈ અને 16.60 મીટરની પહોળાઈ ધરાવતો આ બ્રિજ સતાધાર ચાર રસ્તા પર થતા ટ્રાફિક જામને કાયમી ધોરણે દૂર કરશે. હવે વાહનચાલકો કોઈપણ અવરોધ વિના સીધા નારણપુરાથી સોલા રોડ અને સાયન્સ સિટી તરફ જઈ શકશે.

અમદાવાદ: સતાધાર ચાર રસ્તા પર નવનિર્મિત ફ્લાયઓવર ખુલ્લો મુકાયો, વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મળશે મુક્તિ 2 - image

મુખ્યમંત્રીના સૂચનથી સાકાર થયો પ્રોજેક્ટ

ઉલ્લેખનીય છે કે, સતાધાર જંક્શન પર ટ્રાફિકનું ભારણ વધતા અહીં ફ્લાયઓવર બનાવવાનું સૂચન ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ માટે ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ બ્રિજના નિર્માણથી ઈંધણ અને સમય બંનેની બચત થશે.

આ પણ વાંચો: અમદાવાદ: શેરબજારમાં 20 ટકા રિટર્નની લાલચમાં યુવાને લાખો ગુમાવ્યા, ઠગોએ SEBIના બોગસ સર્ટિફિકેટ બતાવ્યા

વાહનચાલકોમાં અનેરો ઉત્સાહ

લોકાર્પણ બાદ તુરંત જ બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો. વર્ષોથી આ જંક્શન પર સિગ્નલ અને ટ્રાફિકમાં ફસાયેલા રહેતા સ્થાનિક રહિશો અને મુસાફરોએ આ સુવિધા બદલ રાજ્ય સરકાર અને કોર્પોરેશનનો આભાર માન્યો હતો. આ ફ્લાયઓવરના કારણે આસપાસના રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોની કનેક્ટિવિટી પણ વધુ મજબૂત બનશે.





Source link

Related Articles

Back to top button