गुजरात

કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car



વડોદરા,સૂરસાગર પાસે  કુમેદાન ફળિયામાં રહેતો યુવક કારમાં વિદેશી દારૃનો જથ્થો લઇને આવતા પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. જોકે, તે ક્યાંથી દારૃ લાવ્યો હતો, તે અંગે પોલીસે પૂછપરછ કરી નથી.

સૂરસાગર નજીક  કુમેદાન ફળિયામાં રહેતો હિમાંશુ કહાર દારૃનો જથ્થો કારમાં લઇને પોતાના ઘર તરફ આવતો હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને વોચ ગોઠવી હતી. દરમિયાન એક કાર આવતા પોલીસે કાર અટકાવી હતી. કારચાલકે પોતાનું નામ હિમાંશુ ઉર્ફે ભયલુ રામુભાઇ કહાર (રહે. વૈદેહી હોમ્સ, કુમેદાન ફળિયું, રાજમહેલ રોડ) જણાવ્યું હતું.  પોલીસે કારમાં ચેકિંગ કરતા દારૃની ૯૬ બોટલ કિંમત રૃપિયા ૩૧,૨૦૦  મળી આવી હતી. પોલીસે કાર અને દારૃ મળીને કુલ રૃપિયા ૧.૩૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.



Source link

Related Articles

Back to top button