गुजरात

હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from behind on highway



 વડોદરા,નેશનલ  હાઇવે પર મોપેડ લઇને જતા બે મિત્રોનું ટુ વ્હિલર આગળ જતા વાહનમાં પાછળથી ઘુસી જતા એકનું મોત થયું છે.

છાણી ગામ પટેલ નગર સોસાયટીમાં રહેતો  શ્રમજીવી કાર્તિક દિનેશભાઇ ગાંધી ગત ૨૬ મી તારીખે રાત્રે  આઠ વાગ્યે તેના મિત્ર મોહિત રાજેશભાઇ વાળંદ,ઉં.વ.૩૦ (રહે. ભગીરથ સોસાયટી, છાણી જકાતનાકા) સાથે તેના મોપેડ પર દુમાડથી છાણીગામ તરફ આવી રહ્યા હતા. મોહિત મોપેડ ચલાવતો હતો. નેશનલ હાઇવે પર દુમાડ ચોકડીથી વાસદ તરફ જવાના  રોડ પર અજાણ્યા વાહનની પાછળ તેઓ ધડાકાભેર અથડાતા બંને ફંગોળાઇને  રોડ પર પડયા હતા. કાર્તિકને હાથ, પગ, હોઠ અને માથાના ભાગે ઇજા થઇ હતી. જ્યારે મોહિતને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ  જવાયા હતા. કાર્તિકને સારવાર પછી રજા આપી દેવાઇ છે. જ્યારે મોહિતની તબિયત વધારે બગડતા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો  હતો. જ્યાં તેનું મોત થયું છે. જે અંગે છાણી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button