પાળીયાદમાં યુવાનને લાકડીના ફટકા મારી શખ્સે મોબાઈલની લૂંટ ચલાવી | Man beats young man with stick in Paliyyad robs him of his mobile phone

![]()
શખ્સ વિરુધ્ધ પાળીયાદ પોલીસમાં ફરિયાદ
યુવાન બાઈક લઈને જાતો હતો ત્યારે રસ્તામાં આંતરી મારા માર્યો
ભાવનગર: પાળીયાદ ગામે યુવાનને પાકગમાં બેસવા બાબતે અગાઉ થયેલા ઝઘડાની દાજ રાખી યુવાન પર લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડી ખિસ્સામાંથી મોબાઈલની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બોટાદ તાલુકાના પાળીયાદ ગામે આવેલ ખાટકીના ઢોરે રહેતા અને મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા વિજયભાઈ ત્રિકમભાઈ સાકરિયા ૨૦ દિવસ પહેલા જુના સુરેન્દ્રનગરના રસ્તે પાકગમાં બેઠા હતા. તે દરમિયાન લખમશી દેવાભાઈ ખટાણાએ ધસી આવી કહેલ કે, ‘તારે અહીંયા નહિ બેસવાનું’ તેમ કહી મારી સાથે ઝઘડો કરવા લાગ્યો હતો અને વિજયભાઈના ભાઈ કલ્પેશભાઈના મોબાઈલમાં ફોન કરી કહેલ કે, ‘તારા ભાઈને સમજાવી દેજે પાકગમાં બેસે નહીં’ અને આજ રોજ ગુરુવારે વિજયભાઈ મોટર સાયકલ લઈને નીકળ્યા તે વખતે પાકગમાં બેસવા બાબતેની દાજ રાખી મોટરસાયકલ આડે લખમશીએ તેનું મોટરસાયકલ રાખી વિજયભાઈને જાનથી મારી નાખવાના ઇરાદે માથામાં લાકડીના બે ઘા મારી તથા એક ઘા ડાબા હાથે મારી ગંભીર ઇજા પહોંચાડી ગાળો આપી શર્ટના ખિસ્સામાંથી મોબાઈલ રૂ.૧૫,૫૦૦ની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે વિજયભાઈએ શખ્સ વિરૂધ્ધ પાળીયાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



