गुजरात

વડોદરામાં ‘વન ડે વન રોડ’ ઝુંબેશ અંતર્ગત ચાર વોર્ડના હંગામી દબાણોનો સફાયો : 3 ટ્રક સામાન કબજે | Temporary encroachments in 4 wards cleared under ‘One Day One Road’ campaign in Vadodara



Vadodara Corporation : વડોદરા શહેરમાં શરૂ કરાયેલા વન-ડે, વન રોડની કામગીરીમાં વોર્ડ નં.7, 13, 11માં અને વોર્ડ નં 4ના અંતરાય રૂપ બનતા રોડ રસ્તાની બંને બાજુના હંગામી દબાણોનો સફાયો કરીને તંત્ર દ્વારા કુલ 3 ટ્રક માલ સામાન દબાણ શાખાએ કબજે લીધો હતો. 

ઉલ્લેખનિય છે કે, પાલિકા તંત્ર દ્વારા સ્થાનિક લેવલે શરૂ કરાયેલા વનડે વન રોડ કાર્યક્રમ અંતર્ગત સફાઈ અભિયાનમાં નડતરરૂપ થતા લારી ગલ્લા, ખાણી પીણીની લારીઓ, શક્કરટેટી, તરબૂચના શેડ તોડીને દબાણો હટાવી દેવાયા હતા. કામગીરીમાં પાલિકા તંત્રની દબાણ શાખાએ વોર્ડ નં. 7, 13 વોર્ડ 11માંથી દિવાળીપુરા રામેશ્વર મંદિર વિસ્તારમાંથી અને વોર્ડ નં. 4માં સંગમ ચાર રસ્તા વિસ્તારમાં આવેલ પંચશીલ એપાર્ટમેન્ટથી કોઠી ચાર રસ્તા સુધીમાં નડતરરૂપ હંગામી દબાણો તંત્ર દ્વારા હટાવીને તમામ જગ્યાએથી કુલ મળીને ત્રણ ટ્રક જેટલો માલ સામાન દબાણ શાખાએ કબજે લીધો હતો.



Source link

Related Articles

Back to top button