ચોટીલાના યુવકે હથિયાર સાથે ફોટો વાઇરલ કરતા ધરપકડ | Youth from Chotila arrested for posting photo with weapon virally

![]()
ફોટો
અપલોડ કરનાર, હથિયાર માલિક બંને સામે ગુનો
નવ
વર્ષ જૂના ફોટો ફેસબુક-ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરતા એસ.ઓ.જી.એ ઝડપી પાડયા
સુરેન્દ્રનગર –
ચોટીલાના એક યુવકે હથિયાર સાથેનો ફોટો ફેસબુક-ઇન્સ્ટાગ્રામ
પર અપલોડ કરતા એસ.ઓ.જી. પોલીસે આ મામલે
તપાસ કરી હથિયારના અસલ માલિક અને યુવક બંને વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી
ધરપકડ કરી છે.
ચોટીલાના
યોગીનગર વિસ્તારમાં રહેતા ધરમશીભાઈ વાઘાભાઈ બોસ્તર દ્વારા હથિયાર સાથેનો ફોટો સોશિયલ
મીડિયામાં વાયરલ કરવામાં આવતા એસ.ઓ.જી. પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ત્વરિત
કાર્યવાહી કરી ધરમશીભાઈની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.તપાસ દરમિયાન સામે આવ્યું
કે વાયરલ થયેલો ફોટો ૯ વર્ષ જૂનો હતો. આ ફોટામાં દેખાતું હથિયાર ચોટીલાના પાંચવડા
ગામના વાસુભાઈ ભીખાભાઈ આલનું હોવાનું ખૂલ્યું હતું. ભલે ફોટો જૂનો હોય, પરંતુ હથિયારનું જાહેરમાં
પ્રદર્શન કરવું ગુનો હોવાથી પોલીસે ધરમશીભાઈ
અને હથિયાર માલિક વાસુભાઈ બંને સામે ચોટીલા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો
દાખલ કર્યો છે. પોલીસ વિભાગ દ્વારા હવે આ
હથિયારનો પરવાનો (લાઈસન્સ) રદ કરવા માટેની પ્રક્રિયા પણ શરૃ કરવામાં આવી છે.



