गुजरात

જામનગરમાં ટપોરીઓને ‘સુધરી જાવ..’નું અલ્ટીમેટમ, બધા પાસે ગાર્ડન સાફ કરાવ્યું | Ultimatum to Taporis in Jamnagar: ‘Improve yourself ‘ everyone’s garden made clean


નવનિયુક્ત રાજકોટ રેન્જ ડીઆઈજીની એન્ટ્રીથી ફફડાટ

પોલીસ તંત્ર એક્શન મોડમાં, પટણીવાડમાં રાતોરાત 36 રૂમના ગેરકાયદે ‘વ્હાઈટ હાઉસ’ પર બુલડોઝર ફેરવીને જમીનદોસ્ત

જામનગર: રાજકોટ રેન્જના નવનિયુક્ત ડીઆઈજી નિલપ્ત રાય ગઈકાલે પ્રથમ વખત જામનગરની મુલાકાતે પહોંચતા જ સમગ્ર જિલ્લાનું પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. તેમની કડક છાપ મુજબ જામનગરમાં પગ મૂકતાની સાથે જ ગુનેગારો અને ટપોરી તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ગઈકાલે મોડી સાંજથી શરૂ થયેલી પોલીસ કાર્યવાહીમાં ગેરકાયદે દબાણો તોડવાથી લઈ અસામાજિક તત્વોને જાહેરમાં શાનમાં સમજાવવા સુધીના કડક પગલાં લેવામાં આવ્યા હતા.

જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં અવારનવાર છમકલાં કરતા ટપોરીઓની યાદી બનાવી પોલીસે તમામને એસપી કચેરી સામે આવેલા ગાર્ડનમાં એકત્ર કર્યા હતા. ડીઆઈજીની હાજરીમાં આ તમામ અસામાજિક તત્વોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી કે, ‘જો રાજકોટ રેન્જમાં રહેવું હોય તો સુધરી જજો, નહીંતર આ વિસ્તાર છોડીને ચાલ્યા જજો.’ સુધારણાના ભાગરૂપે આ તમામ ટપોરીઓ પાસે જાહેરમાં ગાર્ડનની સાફ-સફાઈ કરાવી કચરો એકત્ર કરાવવામાં આવ્યો હતો, જેનાથી ગુનેગારોના મનોબળ તૂટયા હતા.

બાદમાં શહેરના વોર્ડ નંબર ૧૨ના અતિ સંવેદનશીલ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન પટણીવાડ વિસ્તારમાં આવેલી ‘વ્હાઈટ હાઉસ’ નામની ૩૬ રૂમની વિશાળ ગેરકાયદે ઇમારત તેમના ધ્યાને આવતા તાત્કાલિક તેને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. જેથી જિલ્લા પોલીસ વડા ડો. રવિમોહન સૈની અને સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ રાતોરાત જેસીબીની મદદથી આ ગેરકાયદે ઇમારત પર હથોડો વીંઝીને બુલડોઝર ફેરવી જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી.

જામનગરમાં ટપોરીઓને 'સુધરી જાવ..'નું અલ્ટીમેટમ, બધા પાસે ગાર્ડન સાફ કરાવ્યું 2 - image

– સંવેદનશીલ વિસ્તારોમાં જંગી વાહનોના કાફલા સાથે કોમ્બિંગ

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચકાસવા માટે ડીઆઈજી નિલપ્ત રાય પોતે ૧૬ જેટલા પોલીસ વાહનોના કાફલા સાથે મેદાનમાં ઉતર્યા હતા. કાલાવડ નાકા બહાર, પટણીવાડ, ખાટકીવાડ, વાઘેરવાડો, ખોજા નાકા અને સુમરા ચાલી જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ઉચ્ચ અધિકારીઓના કાફલાએ પેટ્રોલિંગ કરતા સમગ્ર વિસ્તારમાં સોંપો પડી ગયો હતો. આ નિરીક્ષણ દરમિયાન એલસીબી, એસઓજી અને સિટી-એ 



Source link

Related Articles

Back to top button