गुजरात

અંકોડિયા કેનાલમાં ગુમ થયેલો કિશોરનો મૃતદેહ પાદરા પાસેથી મળ્યો | body of 15 year boy found from padara canal



વડોદરાઃ વડોદરાની અંકોડિયા કેનાલમાં પડી ગયેલા કિશોરનો મૃતદેહ પાદરા પાસેથી મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

વડસરમાં રહેતો ૧૫વર્ષીય હર્ષવર્ધન ગઇ  કાલે કેનાલમાં પડી ગયો હોવાની જાણ થતાં તેની શોધખોળ કરવામાં આવી હતી.આ દરમિયાન આજે પાદરાથી ત્રણેક કિમી દૂર કેનાલમાં એક મૃતદેહ તરી આવતાં વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

ફાયર  બ્રિગેડના સૂત્રોએ કહ્યું હતું કે, મરનારના મૃતદેહને પાદરા પોલીસને સોંપવામાં આવ્યો હતો.પોલીસે તેનું નામ હર્ષવર્ધન હોવાનું  કહ્યું હતું અને અકસ્માત મોતનો ગુનો નોંધી બનાવ કેવી રીતે બન્યો છે તેની તપાસ કરી રહી છે.



Source link

Related Articles

Back to top button