બાવળામાં રૃ.16.81 લાખનો બાકી વેરો નહીં ભરતા રાઇસ મીલ સીલ કરવામાં આવી | Rice mill sealed in Bavla for non payment of tax dues of Rs 16 81 lakh

![]()
પાલિકાની તિજરી ખાલી થતાં વેરો વસૂલાત ઝુંબેશ
નગરપાલિકાએ એક જ દિવસમાં છ વેપારી સહિત દસ એકમો પાસેથી રૃ.૭.૮૨ લાખનો વેરો
વસૂલ્યો
બગોદરા – બાવળા નગરપાલિકા
વિસ્તારમાં લાંબા સમયથી બાકી રહેલા મિલકત વેરા અને વ્યવસાય વેરાની વસૂલાત માટે
પાલિકા તંત્ર દ્વારા બાકીદારોની મિલકતો સીલ કરવાની કામગીરી શરૃ કરવામાં આવી છે.
બાવળા નગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી વસૂલાતનો દર ઘણો નીચો રહ્યો છે.
ચાલુ નાણાકીય વર્ષમાં ફેબુ્રઆરી મહિના સુધીની વસૂલાત પણ અપેક્ષા કરતા ઓછી રહી છે.
પાલિકા દ્વારા વારંવાર જાણ કરવા છતાં અનેક કરદાતાઓ વેરો ભરવામાં ઉદાસીનતા દાખવતા
સોમવારે પાલિકાની ટીમે મોટા બાકીદારો સામે કડક કાર્યવાહી કરવાની શરુઆત કરી છે.
આદરોડા રોડ પર આવેલી અંબિકા રાઈસ મિલનો રૃ.૧૬,૮૧,૬૪૮ જેટલો માતબર વેરો બાકી હોવાથી પાલિકા તંત્રએ મિલકતને સીલ મારી દીધું
હતું. આ ઉપરાંત પાલિકાની ટીમે અન્ય ૬ વેપારીઓ પાસેથી ૩,૫૪,૦૫૩ ની વસૂલાત કરી છે. તેમજ અન્ય એકમો પાસેથી ૪,૨૮,૭૨૫ મેળવવામાં આવ્યા. આમ સોમવારે એક દિવસની કાર્યવાહી દરમિયાન પાલિકાને
રૃ.૭,૮૨,૭૭૮ ની આવક થઈ હતી.



