गुजरात

ઇંધણ અછતની અફવા વચ્ચે છોટા ઉદેપુરમાં હંગામો: સંખેડાના પેટ્રોલ પંપ પર લાઈનમાં ઉભા રહેવા બાબતે યુવકો બાખડ્યા | Panic Over Fuel Crisis Leads to Clash at Petrol Pump in Sankheda Crowd Rush in Gujarat



Sankheda Petrol Pump Clash: ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિને પગલે ઇંધણની અછત સર્જાશે તેવી અફવાઓએ સમગ્ર ગુજરાતમાં જોર પકડ્યું છે. છોટા ઉદેપુર જિલ્લામાં પણ આ અફવાને કારણે પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ દરમિયાન સંખેડા તાલુકાના હાંડોદ ગામના એક પેટ્રોલ પંપ પર હિંસક ઝઘડો થતા અફરાતફરી મચી ગઈ હતી.

લાઈનમાં ઘૂસવા બાબતે થઈ જોરદાર બાથમ-બાથી

મળતી માહિતી અનુસાર, સંખેડાના હાંડોદ સ્થિત પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ બાઈક ચાલકોની લાંબી કતારો લાગી હતી. આ ભીડમાં પેટ્રોલ પુરાવવા માટે લાઈનમાં ઉભા રહેવા જેવી સામાન્ય બાબતે બે પક્ષના યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો એટલો બિચક્યો કે યુવકો વચ્ચે જોરદાર બાથમ-બાથી શરૂ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: સરકારની અપીલની અસર નહીં! પેટ્રોલ ખૂટવાની અફવા વચ્ચે અમદાવાદમાં આજે ફરી લાંબી કતારો

વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ

પેટ્રોલ પંપ પર થયેલી આ બબાલના દ્રશ્યો ત્યાં હાજર કોઈ વ્યક્તિએ મોબાઈલમાં કેદ કરી લીધા હતા, જે હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવકો એકબીજા સાથે ઝપાઝપી કરી રહ્યા છે અને વાતાવરણ તંગ બની ગયું છે. છેવટે પેટ્રોલ પંપના કર્મચારીઓ અને અન્ય સ્થાનિક લોકોએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો.

તંત્રની અપીલ: અફવાઓથી દૂર રહો

જિલ્લાના અનેક પેટ્રોલ પંપો પર અત્યારે ‘હાઉ’ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. લોકો ખોટી ફાળમાં આવીને સંગ્રહખોરી કરવા દોડી રહ્યા છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાઈ રહી છે. તંત્ર દ્વારા નાગરિકોને શાંતિ જાળવવા અને સોશિયલ મીડિયા પર વહેતી અછતની અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button