गुजरात

પાલડી અને રાણીપ વોર્ડમાં સિમેન્ટ રોડ બનાવવામાં વિલંબ બદલ કોન્ટ્રાકટરને બાવન લાખની પેનલ્ટી | In Paldi and Ranip wards



અમદાવાદ,સોમવાર,23
માર્ચ,2026

અમદાવાદના પાલડી અને રાણીપ વોર્ડમાં સિમેન્ટ રોડ બનાવવામા
વિલંબ બદલ કોન્ટ્રાકટર વિજય ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ પ્રા.લી. પાસેથી  રુપિયા ૫૨ લાખ ઉપરાંતની પેનલ્ટી મ્યુનિસિપલ
કોર્પોરેશન દ્વારા વસૂલ કરવામા આવી હતી. પાલડી વોર્ડમાં જૈન સુપર માર્કેટથી
કૃપાસાગર-૩ સુધીના રોડ ઉપરાંત રાણીપ વોર્ડમાં બલોલનગર બ્રિજથી પ્રમુખ બંગલો રોડ
સુધી સિમેન્ટના રોડ બનાવવામા એક વર્ષથી પણ વધુ વિલંબ થતા એ સમયે સ્થાનિક કોર્પોરેટરો
દ્વારા પણ રજૂઆત કરવામા આવી હતી.

પશ્ચિમઝોનમાં વર્ષ-૨૦૨૪-૨૫ના વર્ષમાં કોન્ટ્રાકટર વિજય
ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ પ્રા.લી.ને પાલડી
,નવરંગપુરા
અને રાણીપ વોર્ડમાં સિમેન્ટ અને આર.સી.સી.રોડ બનાવવાની કામગીરીના ભાગરુપે કુલ સાત
રોડની કામગીરી આપવામા આવી હતી. જે કામગીરી કરવામા કોન્ટ્રાકટર દ્વારા ભારે વિલંબ
કરવામા આવ્યો હોવાની ફરિયાદ કરવામા આવી હતી. કોન્ટ્રાકટર સામે ફરિયાદો પછી
કોર્પોરેશન દ્વારા જૈન સુપર માર્કેટથી કૃપાસાગર-૩ સુધીના રોડ માટે રુપિયા એક લાખની
પેનલ્ટી કરવામા આવી હતી. રાણીપ વોર્ડમાં રાધાસ્વામી સત્સંગથી મગનપુરા સર્કલ સુધીના
રોડ માટે રુપિયા ૩૬.૪૬ લાખ તથા રાણીપ વોર્ડમાં જોઈતારામ પટેલ કોમ્યુનિટી હોલથી
બલોલનગર બ્રિજ રોડ સુધી સિમેન્ટ રોડ વિલંબથી બનાવવા બદલ રુપિયા ૧૪.૪૧ લાખ રુપિયા
પેનલ્ટીરુપે વસૂલ કરવામા આવ્યા હતા.

વસ્ત્રાલમાં વિલંબથી રોડની કામગીરી કરનાર કોન્ટ્રાકટર
બ્લેકલિસ્ટ

વર્ષ-૨૦૨૨-૨૩માં વસ્ત્રાલ વોર્ડમાં રોડની કામગીરી વિલંબથી
કરનારા કોન્ટ્રાકટર બી.પટેલ ઈન્ફ્રાસ્ટ્રકચરને નિરાંત ચાર રસ્તાથી અર્પણ સ્કૂલ થઈ
ક્રિષ્ણપાર્ક
, મહાદેવ
વિનાયક પાર્ક સુધી પેવમેન્ટ કવોલીટી કોંક્રીટ 
પધ્ધતિથી આર.સી.સી.રોડ બનાવવા વર્કઓર્ડર અપાયો હતો. કામગીરી વિલંબ પછી પણ
પુરી કરવામા નહીં આવતા કોન્ટ્રાકટરને રુપિયા ૩૬.૬૯ લાખ પેનલ્ટી કરવાની સાથે ૨૫
ઓકટોબર-૨૪ના રોજ ઠરાવ કરી સ્ટેન્ડિંગ કમિટીએ કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કર્યો હતો.



Source link

Related Articles

Back to top button