गुजरात

રાજકોટના સોની વેપારીની રૂપિયા અઢી લાખની સોનાની બંગડીની છેતરપિંડી કરનાર આરોપી પકડાયો : અન્ય બે આરોપીઓની શોધખોળ | Accused who cheated gold dealer of 2 5 lakh worth of gold bangles from Rajkot arrested



Jamnagar Police : રાજકોટના સોની વેપારી હાર્દિકભાઈ અનિલભાઈ ચાવડા દ્વારા જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં એક સપ્તાહ પહેલા પોલીસ ફરિયાદ કરી જણાવ્યું હતું કે પોતાની રૂપિયા 2,55,000ની કિંમતની સોનાની બંગડી કે જે પોતાના જામનગરના એક ગ્રાહક જયપાલસિંહ રાણાને પહોંચાડવા માટે જામનગરમાં રહેતા પોતાના મિત્ર કેયુરભાઈ ઉર્ફે વાણીયા નીતિનભાઈ સંઘવીને આપી હતી.

પરંતુ તે બંગડી તેણે પહોંચાડી ન હતી અને રવિ સોની પાસે દોઢ લાખ રૂપિયામાં ગીરવે મૂકી દીધી, હતી ત્યારબાદ જીગ્નેશ સોલંકીએ તેમાં મદદગારી કરી હતી, અને આ મામલે ત્રણ સામે છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ બાદ સિટી બી.ડિવિઝન પોલીસે કેયુર ઉર્ફે વાણિયો નીતિનભાઈ સંઘવીની અટકાયત કરી લીધી છે, અને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. જે આરોપી સામે જામનગર અને રાજકોટમાં છ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે, જ્યારે અન્ય બે આરોપીઓ રવિ સોની અને જીગ્નેશ સોલંકીને પોલીસ શોધી રહી છે.



Source link

Related Articles

Back to top button