गुजरात

બાકી મિલકતવેરો વસૂલવા અમદાવાદમાં એક દિવસમાં ૭૭૯૧ મિલકત સીલ કરાઈ | collect outstanding property tax of city



     

  અમદાવાદ,શુક્રવાર,20 માર્ચ,2026

અમદાવાદમાં બાકી મિલકતવેરાની વસૂલાત માટે શુક્રવારે એક જ
દિવસમાં કુલ ૭૭૯૧ મિલકત કોર્પોરેશને સીલ કરી હતી.સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં ૪૧૨૬
મિલકત સીલ કરવામા આવી હતી.દિવસાંતે રુપિયા છ કરોડની બાકી મિલકતવેરાની વસૂલાત
તંત્રે કરી હતી.

તમામ સાત ઝોનમા આવેલા વિવિધ માર્કેટ ઉપરાંત રહેણાંક તથા
કોમર્શિયલ મિલકત જેનો મિલકતવેરો ઘણાં સમયથી ભરવામા આવતો નથી તેવી મિલકતો આજે અલગ
અલગ ટીમ દ્વારા સીલ કરવામા આવી હતી.પૂર્વમા આવેલા ઓઢવ
,કઠવાડા અને
વસ્ત્રાલ વોર્ડમા આવેલા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની સાથે શાંતિપુરા ચોકડી
,ધોળકા રોડ ઉપર
આવેલી મિલકતોના ધારકો પાસેથી બાકી મિલકતવેરાની વસૂલાત કરવામા આવી હતી.

ઝોન મુજબ કેટલી મિલકત સીલ કરાઈ

ઝોન    સીલ

મધ્ય   ૫૪૫

ઉત્તર   ૧૩૩

દક્ષિણ  ૧૬૮૬

પૂર્વ    ૩૭૨

પશ્ચિમ  ૪૧૨૬

ઉ.પ.   ૭૨૮

દ.પ.   ૨૦૧

કુલ     ૭૭૯૧

કયા ટેકસની કેટલી આવક

પ્રકાર   આવક(કરોડમાં)

પ્રોપર્ટી  ૧૭૧૪.૮૫

પ્રોફેશન ૨૬૭.૮૨

વ્હીકલ ૨૨૯.૫૫

કુલ     ૨૨૩૭.૪૫



Source link

Related Articles

Back to top button