गुजरात

ધ્રોલ નજીક બાઈક સવાર માતા-પુત્ર આડે ભૂંડ ઉતરતાં ગમખ્વાર અકસ્માત : માતાનું મોત, પુત્ર ઈજાગ્રસ્ત | Mother dies son injured in accident near dhrol of jamnagar



Jamnagar Accident : જામનગર જિલ્લાના ધ્રોળ પંથકમાં એક બાઈકની આડે ભૂંડ ઉતરતાં બાઈક ઉપર બેસીને જઈ રહેલા સગાડીયા ગામના માતા પુત્રને ગોજારો અકસ્માત નડ્યો હતો, અને માતાનું ગંભીર ઈજા થવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે, તેમજ પુત્રને પણ ઈજા થઈ છે.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે ધ્રોલ તાલુકાના સગાડિયા ગામમાં રહેતો ધવલ ધીરજભાઈ પીપરીયા નામનો 20 વર્ષનો યુવાન ગત 15મી તારીખે રાત્રિના 8.30 વાગ્યાના અરસામાં પોતાના બાઈક પર માતા સોનલબેન પીપરીયા (43) ને બેસાડીને સુધાધૂના ગામથી પોતાના ગામ સગડીયા પરત ફરી રહ્યો હતો.

 જે દરમિયાન રસ્તામાં એક ભૂંડ બાઇકની આડે ઉતરતાં બાઈક ફંગોળાઈ ગયું હતું. જે અકસ્માતમાં બાઈકની પાછળ બેઠેલા સોનલબેનને માથાના ભાગે હેમરેજ સહિતની ગંભીર ઇજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજયું છે.

 આ ઉપરાંત બાઈક ચાલક તેના પુત્ર ધવલ પીપરીયાને પણ ઈજા થઈ હોવાથી હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. આ અકસ્માતના બનાવવા અંગેની જાણ થતાં ધ્રોલના પોલીસ બનાવના સ્થળે અને હોસ્પિટલે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્ત યુવાન ધવલનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button