સુદામડા ખનન કૌભાંડની તપાસમાં 3 ભૂ-માફિયાઓના નામ ખુલ્યા | names of three land mafias were revealed in the investigation into the Sudamada mining scam

![]()
પથ્થરની
સપ્લાય ક્યાં થતી હતી તેની તપાસ શરુ
પાંચ
ગેરકાયદે ખાણોમાં ૧૪ મશીન અને ૩૮ ડમ્પરની મદદથી ગેરકાયદે પથ્થર ખનનનું મસમોટું
નેટવર્ક ચાલતુ હતું
સાયલા –
સાયલા તાલુકાના સુદામડા ગામે તાજેતરમાં પોલીસ દ્વારા ઝડપી પાડવામાં
આવેલા ગેરકાયદેસર પથ્થર ખનન મામલે મોટા ખુલાસા થઈ રહ્યા છે. સુરેન્દ્રનગર ખાણ ખનીજ
વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં આ કૌભાંડ પાછળ સક્રિય મુખ્ય સૂત્રધારો અને
ભૂ-માફિયાઓના નામ ખુલ્યા છે.
ખનીજ
વિભાગના અધિકારીઓએ જપ્ત કરેલા મશીનોના માલિકો અને ઓપરેટરોના નિવેદનો નોંધ્યા હતા, જેના આધારે જાણવા
મળ્યું છે કે પ્રથમ ખાણમાં ચાર મશીન ચાલતા હતા. જેના માલિક રાજા ભીમસી રબારી
(સર્વે નંબર ૧૪૯૪ અને ૧૪૯૬) છે. આ ખોદકામ રાજાભાઈ રવુભાઈ ખાચર તેમજ શિવરાજભાઈ
હાથીભાઈ ખાચર દ્વારા કરવામાં આવતુ હતુ જ્યારે અન્ય બીજી ખાણની અંદર પાંચ મશીનો
ચાલતા હતા જેમાં ખોદકામ રામાભાઇ શામળાભાઈ સાંબડ દ્વારા કરવામાં આવતો હતું.
ત્રીજી
ખાણની અંદર બે મશીન દ્વારા ખોદકામ કરવામાં આવતું હતું જેમાં ખનન રામાભાઈ શામળાભાઈ
સાંબડ દ્વારા કરવામાં આવતુ હતું. ચોથી ખાણની અંદર બે મશીનો ચાલતા હતા જેમાંપણ
રામાભાઇ શામળાભાઈ સાંબડ દ્વારા કરવામાં આવતું હતું
પાંચમી
ખાણ ઓમ કવોરીમાં (સર્વે નં.૨૬૦) એક મશીન ચાલતું હતું. હાલમાં ખનીજ અધિકારીઓ દ્વારા
જમીન માલિકો, વહીવટકર્તાઓ અને મશીન માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની
પ્રક્રિયા ગતિમાં છે. હવે આ ગેરકાયદેસર પથ્થરનો જથ્થો ક્યાં સપ્લાય કરવામાં આવતો
હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે તે દિશામાં તપાસ લંબાવવામાં આવી છે.



