गुजरात

તળાવોનુ પઝેશન લીધા પછી પણ નારોલ,લાંભા સહિતના ૧૬ તળાવમાં ૨૬૦૦થી વધુ દબાણો | Even after taking possession of the lakes



અમદાવાદ,ગુરુવાર,19 માર્ચ,2026

અમદાવાદમાં આવેલા તળાવો ઈન્ટરલિંક કરી બારેમાસ પાણીથી ભરેલા
રાખવાની ગુલબાંગ પોકળ પુરવાર થઈ છે.શહેરના નારોલ
,લાંભા અને વટવા અને ઈસનપુર વોર્ડમાં આવેલા સોળ તળાવમાં ૨૬૮૧
દબાણો છે. જેમાં રહેણાંક મકાનો ઉપરાંત કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ એકમની સાથે
ગોડાઉન અને ધાર્મિક સ્થાન આવેલા છે.નોંધપાત્ર બાબત એ છે કે આ સોળ તળાવ પૈકી દસ
તળાવનુ મ્યુનિસિપલ કોર્પોરેશને પઝેશન લઈ લીધુ 
હોવાછતાં વોટરબોડીના દબાણ દુર કરવામા એસ્ટેટ વિભાગ સદંતર નિષ્ફળ નિવડયુ છે.

છેલ્લા પાંચ વર્ષ દરમિયાન શહેરમા ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા
તેમજ જે વિસ્તારોમા વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે.તેના નિવારણ માટે શહેરના
વિવિધવોર્ડમા આવેલા તળાવો ઈન્ટરલિંક કરવાની બાબતમા અનેક વખત તંત્ર અને શાસકપક્ષ
તરફથી મોટી મોટી જાહેરાતો કરવામા આવી.પરંતુ રાજય સરકાર કે કલેકટર તરફથી મ્યુનિસિપલ
કોર્પોરેશનને જે તળાવો ડેવલપ કરવા આપવામા આવ્યા છે તેના ઉપર ધ્યાન કેન્દ્રીત
કરવામા કોઈ રસ બતાવવામા ના આવ્યો.અપવાદરુપે ચંડોળા તળાવનુ બહુ ગાજેલુ ડિમોલીશન અને
અન્ય એક કે બે તળાવની આસપાસના દબાણો દુર કરવા રાજકીય દબાણ તંત્રના અધિકારીઓ
કે  ભાજપના હોદ્દેદારો ઉપર લાવવામા આવ્યુ
એટલે વોટરબોડીના દબાણ દુર કરવામા આવ્યા હતા.નારોલ
, વટવા અને લાંભા કે ઈસનપુર વોર્ડમા તો પે એન્ડ યુઝ ટોઈલેટ પણ
કોર્પોરેશને બાંધી દીધા છે આથી મોટી બેદરકારી તંત્રની કઈ હોઈ શકે.આ ૧૬ તળાવ ઉપર
વર્ષોથી  ૨૫૦૯ રહેણાંક મકાન
, ૧૧૪ દુકાન, ૮ ગોડાઉન,૩૬ ઈન્ડસ્ટ્રીયલ
એકમ તથા ૧૨ ધાર્મિક સ્થાન અને બે પે એન્ડ યુઝ ના બાંધકામો થયેલા છે.આમછતાં ત્યાંના
કોર્પોરેટરોના ધ્યાનમા આ બાબત ના હોય એમ બને જ નહીં.

        કયા તળાવમાં કયા પ્રકારના દબાણ (૨૧-૧૨-૨૫ની
સ્થિતિએ)

નામ            પઝેશન?               દબાણ

દાણીલીમડા   ના              ૧૦૦
મકાન
,૫ દુકાન

હેન્ગ
લેવન    ના             ૧૭૦ રહેણાંક મકાન

સુંથલ
તળાવ  ના             ૪૦૦
રહેણાંક મકાન

કોયલી(વટવા)   હા            ૨૩૧ મકાન, ૩૩ દુકાન

ચોકડી(નારોલ)  હા            ૯૮
મકાન
,૧૦
ઈન્ડસ્ટ્રી

ચચુસર(નારોલ)
 હા           ૩
ઈન્ડસ્ટ્રીયલ એકમ

ખાખરીયા(નારોલ)
 હા         ૨૫
રહેણાંક મકાન

નવાણા                હા      ૫૦૦ મકાન,૧ ધાર્મિક

ગામ
તળાવ(નારોલ)  હા     ૩૩૧ મકાન
,
ધાર્મિક

આંબા(ઈસનપુર)       હા      ૧૩૦
મકાન
, ૫ દુકાન

શેવાલીયા(નારોલ)      ના    ૧૨૦
મકાન
, ૫ દુકાન

નારોલ
તળાવ     
હા         ૧૫ ઈન્ડસ્ટ્રીયલ એકમ

કાળી(ઈસનપુર)    ના         ૩૩૧
મકાન
,
ધાર્મિક

ઉંટી(વટવા)       હા          ૩૦ કાચા-પાકા મકાન

મહાલક્ષ્મી(વટવા)    ના       ૧૩
મકાન
, ૮ કોમ.

ઘેડી(લાંભા)      હા            ૩૦ મકાન,૩ દુકાન

તળાવ ઈન્ટરલિંકીંગના કરોડોના આયોજન મંથરગતિએ

વટવા તળાવને રુપિયા ૧૩ કરોડ, હાથીજણ ગામ તળાવને અંદાજે રુપિયા ૪.૨૮ કરોડ, અસલાલી તળાવને
અંદાજે રુપિયા ૪.૮૮ કરોડના ખર્ચથી આસપાસના તળાવ સાથે ઈન્ટરલિંક કરવાની કામગીરી
દબાણો દુર નહીં થવાના કારણે મંથરગતિએ ચાલતી હોવાનુ આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ
છે.



Source link

Related Articles

Back to top button