गुजरात

ગુજરાતમાં કરા સાથે વરસાદની આગાહી: 9 જિલ્લામાં રેડ ઍલર્ટ, 60થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાશે | IMD gujarat weather update unseasonal rain


Gujarat Weather Update: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને લઈને મોડી રાતથી અમદાવાદ, ગાંધીનગર કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઊડી હતી. આ દરમિયાન હવામાન વિભાગે ત્રણ કલાકનું Nowcast જાહેર કર્યુ છે, જેમાં અનેક જિલ્લામાં રેડ ઍલર્ટ છે.

9 જિલ્લામાં રેડ ઍલર્ટ

હવામાન વિભાગના Nowcast મુજબ, આજે(19 માર્ચ) દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, કચ્છ, અમરેલી અને પાટણ જિલ્લામાં 62થી 87 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે કમોસમી વરસાદને લઈને રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. 

આ પણ વાંચો: કચ્છમાં વંટોળ-અમદાવાદમાં આંધી, રાજકોટમાં 1 ઈંચ વરસાદ: ગુજરાતમાં જુઓ ક્યાં કેવો માહોલ

જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં 41થી 61 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. આ સાથે કમોસમી વરસાદ, મેઘગર્જના અને કરા પડવાની શક્યતા છે. તેમજ ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાતમાં કરા સાથે વરસાદની આગાહી: 9 જિલ્લામાં રેડ ઍલર્ટ, 60થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાશે 2 - image

ખેડૂતોમાં ભારે ચિંતા

રાજ્યમાં કમોસમી વરસાદનો સિલસિલો 20 માર્ચ સુધી ચાલુ રહેશે, જેમાં ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં તેની અસર વધુ જોવા મળી શકે છે. ભારે પવન, કરા સાથે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. 

ગુજરાતમાં કરા સાથે વરસાદની આગાહી: 9 જિલ્લામાં રેડ ઍલર્ટ, 60થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાશે 3 - image

ગુજરાતમાં કરા સાથે વરસાદની આગાહી: 9 જિલ્લામાં રેડ ઍલર્ટ, 60થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાશે 4 - imageગુજરાતમાં કરા સાથે વરસાદની આગાહી: 9 જિલ્લામાં રેડ ઍલર્ટ, 60થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાશે 5 - image



Source link

Related Articles

Back to top button