ગુજરાતમાં 5 ન્યાયાધીશોને અચાનક ફરજિયાત નિવૃત્ત કરી દેવાતાં ખળભળાટ, કાયદા વિભાગનો નિર્ણય | gujarat 5 judges compulsory retirement law department order

![]()
Ahmedabad News : ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય ન્યાયતંત્રમાં ફરજ બજાવતા પાંચ ન્યાયાધીશોને તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત કરવા અંગેની ભલામણ કરતાં રાજ્યપાલ દ્વારા તેનો સ્વીકાર કરાયો હતો. આ પછી ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા હાઇકોર્ટની ભલામણ મુજબ આ પાંચેય ન્યાયાધીશોને તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત જાહેર કરતો મહત્ત્વનો નિર્ણય જાહેર કર્યો છે.
તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત કરાયા
તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત કરાયેલા આ પાંચેય ન્યાયાધીશોમાં મોરબીના બે, પોરબંદર, મોડાસા અને રાજકોટના 1-1 મળી કુલ પાંચ ન્યાયાધીશોને તેમની ફરજમાંથી નિવૃતિ આપી દેવાઇ છે. લોઅર જયુડિશિયરીમાં અચાનક પાંચેય ન્યાયાધીશોની હકાલપટ્ટીને લઇ રાજય ન્યાયતંત્રમાં ખળભળાટ મચી ગયો છે, જેને લઇ ભારે ચર્ચા ચાલી રહી છે.
કોણ છે આ પાંચ જજ?
ગુજરાત હાઇકોર્ટની ભલામણના આધારે રાજયના કાયદા વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત કરી દેવાયેલા આ પાંચેય ન્યાયાધીશોમાં મોરબીના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ પ્રથમેશ વિનોદચંદ્ર શ્રીવાસ્તવ, મોરબી ફેમીલી કોર્ટના પ્રિન્સીપાલ જજ પ્રશાંત વિનોદરાય જોશી, પોરબંદર ફેમીલી કોર્ટના પ્રિન્સીપાલ જજ અલીહુસૈન મોહીબુલ્લાહ શેખ, મોડાસાના એડિશનલ ડિસ્ટ્રીકટ જજ કિર્તીકુમાર જયંતિલાલ દરજીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : ગાંધીનગર વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટ, 9 વાગ્યાની બેઠક મોકૂફ
જ્યુડીશીયલ સર્વિસ રૂલ્સ અનુસાર નિર્ણય
રાજયના કાયદા વિભાગ દ્વારા ગુજરાત જયુડીશીયલ સર્વિસ રૂલ્સ-2005 ના રૂલ-21 સાથે વાંચતા ગુજરાત સિવિલ સર્વિસ(પેન્શન) રૂલ્સ-2002 ના રૂલ-10(4) હેઠળ ગુજરાત હાઇકોર્ટની આ પાંચેય ન્યાયાધીશોને તાત્કાલિક અસરથી સેવા નિવૃત કરવા અંગેની ભલામણને સ્વીકારી તમામને ફરજિયાત સેવા નિવૃત કરી દેવાયા છે. ગુજરાત હાઇકોર્ટ અને કાયદા વિભાગના આ નિર્ણયને પગલે રાજયના ન્યાયતંત્રમાં ખાસ કરીને લોઅર જયુડીશીયરીમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે.
જાહેરહિતમાં ફરજીયાત નિવૃત
જાહેરહિતનું કારણ ધરી રાજય ન્યાયતંત્રમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવાના પ્રયાસના ભાગરૂપે આ નિર્ણય લેવાયો હોવાનું મનાઇ રહ્યું છે પરંતુ એક સાથે લોઅર જયુડીશીયરીમાંથી એક પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ, બે પ્રિન્સીપાલ જજ સહિત કુલ પાંચ ન્યાયાધીશોને ફરજિયાત નિવૃત કરી દેવાતાં ફફટાડની લાગણી સાથે વકીલઆલમ અને ન્યાયતંત્રમાં પણ ભારે ચર્ચા અને અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે.
કયા ન્યાયાધિશને ફરજિયાત નિવૃત કરાયા?
મોરબીના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજ પ્રથમેશ વિનોદચંદ્ર શ્રીવાસ્તવ, મોરબી ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ પ્રશાંત વિનોદરાય જોશી, પોરબંદર ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ અલીહુસૈન મોહીબુલ્લાહ શેખ, મોડાસાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ કિર્તીકુમાર જયંતિલાલ દરજી.

