गुजरात
જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રેલવેના પાટા ઓળંગી રહેલા શ્રમિક યુવાનનું ટ્રેન હેઠળ કપાઈ જતાં કરુણ મૃત્યુ | young laborer who was crossing railway tracks in Hanuman Tekri area of Jamnagar tragically died

![]()
Jamnagar : જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતો નિલેશ ગોવિંદભાઈ ચાવડા નામનો 35 વર્ષનો શ્રમિક યુવાન ગઈકાલે સવારે પોતાના ઘેરથી નીકળીને બાવરીવાસ નજીકના પાટા ઓળંગી રહ્યો હતો, જે દરમિયાન ધસમસતી ટ્રેન આવી જતાં ટ્રેન હેઠળ કપાઈ ગયો હતો, અને તેના દેહના ટુકડા થઈ જતાં ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે તેના મોટાભાઈ રાજેશભાઈ ગોવિંદભાઈ ચાવડાએ પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝનની પોલીસ ટીમ બનાવના સ્થળે દોડી ગઈ હતી અને શ્રમિક યુવાનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને લઈને શ્રમિક યુવાનના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું.


