गुजरात

જામનગર નજીક મોટી ખાવડીમાં રહેતા યુવાનની સ્કોર્પિયો કાર ભાડેથી ચલાવવા માટે લઈ ગયા બાદ કાર ચાલક છું મંતર થયો | driver run away After taking Scorpio car of young man living in Jamnagar for rent



Jamnagar Car Rent Scam : જામનગર નજીક મોટી ખાવડીમાં રહેતા અજીતસિંહ વિભાજી રાઠોડ નામના 46 વર્ષના યુવાને મેઘપર પોલીસ મથકમાં પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગે જામનગરમાં ગોકુલ નગર નજીક શિવનગરમાં રહેતા રાહુલ મગનભાઈ રાઠોડ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અજિતસિંહ રાઠોડ કે જેઓની જી.જે. 10 ટી.એકસ. 3685 નંબરની સ્કોર્પિયો કાર કે જેની કિંમત આઠ લાખ રૂપિયા થાય છે, જે કાર ઉપરોક્ત આરોપી રાહુલ રાઠોડ અમદાવાદમાં ચલાવવા માટે લઈ ગયો હતો. છેલ્લા છ વર્ષથી પોતે ફરિયાદીને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હોવાથી તેનો ભરોસો કરીને સ્કોર્પિયો કાર અમદાવાદમાં એક કંપનીમાં ભાડેથી ચલાવવા માટે આપી હતી.

જેને લાંબો સમય વીતી ગયો છતાં આરોપી રાહુલ રાઠોડએ કાર અથવા તો તેનું ભાડુ આપ્યું ન હતું, અને પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરીને ભાગી છૂટ્યો છે.  જેથી આ મામલો મેઘપર પોલીસ મથકમાં પહોંચતા પોલીસ આ મામલે વધૂ તપાસ ચલાવી રહી છે.



Source link

Related Articles

Back to top button