गुजरात

અમદાવાદ: સરદારનગરમાં અસામાજિક તત્ત્વોનો આતંક, હથિયારધારી ટોળાએ મકાન પર કર્યો હુમલો, CCTV વાઈરલ | Gang Attacks House in Sardarnagar Shocking CCTV Footage Viral Ahmedabad



Gang Attacks House In Sardarnagar : અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં જાણે કાયદો અને વ્યવસ્થાનો ડર જ ન રહ્યો હોય તેમ માથાભારે તત્તવોનો ભારે આતંક જોવા મળી રહ્યો છે. સરદારનગર વિસ્તારમાં હથિયારધારી ટોળાએ એક રહેણાંક મકાનને નિશાન બનાવી હુમલો કર્યો હતો. આ હુમલાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. હુમલાની ઘટનાને પગલે સ્થાનિક સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.

સરદારનગરમાં અસામાજિક તત્ત્વોનો આતંક

આ સમગ્ર હિંસક ઘટનાના ચોંકાવનારા દ્રશ્યો ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયા છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, અસામાજિક તત્ત્વો હાથમાં ખુલ્લેઆમ હથિયારો લઈને બેફામ બન્યા હતા. કોઈ પણ પ્રકારના ખચકાટ વગર આ અસામાજિક તત્ત્વો મકાન પર તૂટી પડ્યા હતા અને તોડફોડ કરી ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

હથિયારધારી ટોળાએ મકાન પર કર્યો હુમલો, CCTV વાઈરલ

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સરદારનગર પોલીસે આ મામલે વિધિવત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસ દ્વારા વાઈરલ થયેલા CCTV ફૂટેજના આધારે અસામાજિક તત્ત્વોની ઓળખ કરી, તમામ આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. 

આ પણ વાંચો: અમદાવાદના નોબલનગર નજીક કચરામાં મહિલાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી

ઉલ્લેખનીય છે કે, આ અસામાજિક તત્ત્વો સામે ભૂતકાળમાં પણ અનેક ફરિયાદો નોંધાઈ ચૂકી છે, છતાં તેઓ ખુલ્લેઆમ કોઈ ડર વગર આતંક મચાવતા પોલીસની કાર્યવાહી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.



Source link

Related Articles

Back to top button