યુનિ.ના હોસ્ટેલ કેમ્પસમાં પહેલી વખત વર્કશોપ કમ કાઉન્સિલિંગ | workshop on exam pressure in msu hostel

![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં એપ્રિલ મહિનાથી સેેમેસ્ટર એન્ડ પરીક્ષાઓ શરુ થશે ત્યારે પરીક્ષાનો તણાવ દૂર કરવા માટે હોસ્ટેલ કેમ્પસના વિદ્યાર્થીઓ માટે પહેલી વખત એક સપ્તાહના વર્કશોપ કમ કાઉન્સિલિંગનું આયોજન કરવામાં આવ્યું છે.
એક સપ્તાહ સુધી ચાલનારા વર્કશોપનો આજથી પ્રારંભ થયો હતો.હોસ્ટેલ કેમ્પસમાં બોયઝ અને ગર્લ્સના ૧૬ હોલ આવેલા છે.રોજ બે થી ત્રણ હોલના વિદ્યાર્થીઓનો વર્કશોપ યોજાશે.જેમાં એક્સપર્ટસ વિદ્યાર્થીઓને પરીક્ષા વખતે અનુભવતા તણાવને કેવી રીતે પોતાની ક્ષમતા વધારવામાં ફેરવવો તેની જાણકારી આપવામાં આવી રહી છે.સાથે સાથે વિદ્યાર્થીઓના સવાલોનું વ્યક્તિગત સ્તરે સમાધાન કરવા માટે પણ પ્રયત્નો થઈ રહ્યો છે.
ચીફ વોર્ડન ડો.વિજય પરમારનું કહેવું છે કે, હોસ્ટેલના વિદ્યાર્થીઓ પરિવારથી દૂર રહેતા હોય છે.પરીક્ષાની તૈયારી માટે તેમની પાસે પરિવારના સભ્યોની હૂંફ કે સપોર્ટ સિસ્ટમ હોતી નથી.ઉપરાંત હોસ્ટેલમાં રહેતા હોવાથી પોતાની તમામ જવાબદારી જાતે ઉઠાવવાની હોય છે.આ સંજોગોમાં તેમને પરીક્ષાનું ટેન્શન વધારે રહે તેવી શક્યતાઓ વધી જતી હોય છે.જેને ધ્યાનમાં રાખીને પહેલી વખત હોસ્ટેલમાં આ પ્રકારનો વર્કશોપ યોજાઈ રહ્યો છે.



