गुजरात

જામનગરમાં દારૂનો નશો કરીને બફાટ કરી રહેલા પતિને તેની પત્નીએ જ પોલીસને બોલાવીને પકડાવી દીધો | a drunken husband was arrested by his wife In Jamnagar



Jamnagar : જામનગરમાં દિગ્જામ નજીક નહેરૂનગર શેરી નંબર સાતમાં રહેતી સપનાબેન વિરૂભાઈ ડાભી નામની 21 વર્ષની પરિણીતા કે જે ગઈકાલે સાંજે પોતાના ઘેર હાજર હતી, દરમિયાન તેણીનો પતિ વીરૂભાઈ રણછોડભાઈ ડાભી દારૂનો નશો કરીને આવ્યો હતો, અને ઘરની બહાર ઊભા રહીને બફાટ કરી રહ્યો હતો.

જેનાથી નારાજ થયેલી પત્ની સપનાબેને તરત જ 112 નંબરની જનરક્ષક પોલીસની ટીમને જાણ કરતાં પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને વીરુભાઈ ડાભીને અટકાયતમાં લઈ લીધો હતો, અને પોલીસ જીપમાં બેસાડી સીટી સી.ડિવિઝન પોલીસ મથકમાં સાથે લઈ ગયા હતા.

જ્યાં સપનાબેન પણ પોલીસ મથકે પહોંચી હતી, અને તેણીએ પોતાના પતિ સામે દારૂનો નશો કરી બફાટ કરવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને પોલીસ દ્વારા વિરૂભાઈ ડાભીની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેની સામે દારૂબંધી ભંગ બદલ ગુનો નોંધાયો છે.



Source link

Related Articles

Back to top button