गुजरात

અકોટામાં ભર બપોરે બાઈકને બ્રેક મારવાના મુદ્દે આઈ ટી એન્જિનિયર પર ચાકુથી હુમલો | IT engineer attacked with knife over bike braking in Akota



સેવાસીમાં રહેતો યતિશ રમેશભાઈ જાદવ ખાનગી કંપનીમાં આઈટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે નોકરી કરે છે. જેપી રોડ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવે જણાવ્યું છે કે, ગઈકાલે સવારે 10:00 વાગ્યે હું મારી બાઇક લઈને નોકરી પર ગયો હતો. ત્યારબાદ બપોરે 2:30 વાગે હું મારા ઘરે પરત જતો હતો. અકોટા રાધાકૃષ્ણ સર્કલથી જતો હતો તે વખતે મારી બાઈક ની આગળ એક કાર જતી હતી જેને ટન લેતા મેં મારી બાઇકને બ્રેક મારી હતી. મારી પાછળ બાઈક પર આવતા બે યુવકો સાથે બ્રેક મારવા બાબતે મારે બોલાચાલી થઈ હતી.

હું આગળ જતો રહ્યો હતો પરંતુ આ બે યુવકો મારી પાછળ આવ્યા હતા અને અચાનક બ્રેક કેમ મારે છે તેમ કહી મારી સાથે ઝઘડો શરૂ કર્યો હતો બંને આરોપીઓએ મને માર માર્યો હતો. તેઓએ મારી બાઈકને લાત મારી પાડી દઈ નુકસાન કરતા હતા જેથી હું આગળ જતા એક આરોપીએ ચપ્પુ કાઢી મારા પર હુમલો કરતા મને પગના ભાગે ઈજા થઈ હતી. ત્યારબાદ બંને આરોપીઓ ભાગી ગયા હતા.



Source link

Related Articles

Back to top button