गुजरात

રોડના કોન્ટ્રાકટરોને છૂટ્ટા હાથે લહાણી કરાઈ, નવા રોડ બનાવવા, રીસરફેસ કરવાના નામે ૨૫ કરોડથી વધુ રકમ ચૂકવાશે | Road contractors were given free rein



અમદાવાદ,શનિવાર,14
માર્ચ,2026

દસ માર્ચથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં
એડમિનિસ્ટ્રેટર આવી ગયા છે. પરંતુ છેલ્લી રોડ કમિટી અને સ્ટેન્ડિંગ કમિટીમાં
ભાજપના શાસકોએ શહેરમાં નવા રોડ બનાવવા કે રીસરફેસ કરવાના નામે જુદા જુદા
કોન્ટ્રાકટરોને રુપિયા ૨૫ કરોડથી વધુ રકમની લહાણી કરી દીધી છે. દક્ષિણ ઝોનમાં
રોડની કામગીરી માટે કોન્ટ્રાકટર વિમલ કન્સ્ટ્રકશને ૨૪.૫૦ ટકા ભાવ વધુ માંગ્યો
હતો.જેની સામે શાસકોએ અગાઉના ટેન્ડરમાં સેટીંગ પાડી ૩૦ ટકા સુધીનો વધારો મંજૂર કરી
આપતા કોર્પોરેશન તિજોરી ઉપર ૭.૪૭ કરોડનો બોજો પડશે.જે જે કોન્ટ્રાકટરોને ભાવ વધારો
અપાયો છે તે કોન્ટ્રાકટરો પાસેથી ચૂંટણી ફંડ લેવાનુ વચન પણ લેવામા આવ્યુ હોવાનુ
મ્યુનિસિપલ વર્તુળોમા ચર્ચાઈ રહયુ છે.

અમે વિકાસ કર્યો એવુ પ્રસ્થાપિત કરવા માંગતા કોર્પોરેશનની
પુરી થયેલી ટર્મના હોદ્દેદારો રોડના કોન્ટ્રાકટરો ઉપર ઓળઘોળ થઈ ગયા હતા.દક્ષિણ
ઝોનમા આવેલા લાંભા
,વટવા
સહિતના અન્ય વોર્ડમાં નવા રોડ બનાવવા અને હયાત રોડ રીગ્રેડ કરી રીસરફેસ કરવા
વર્ષ-૨૦૨૪માં ૨૪ ઓકટોબરે કોન્ટ્રાકટર વિમલ કન્સ્ટ્રકશનના ટેન્ડરમા સેટીંગ પાડી
દેવાયુ.દરખાસ્ત મંજૂર કરતી વખતે શાસકોએ દલીલ એવી કરી કે
, દક્ષિણઝોનમાં
હાલમા રોડ રીસરફેસના કોઈ ટેન્ડર ઉપલબ્ધ નથી અને નવુ ટેન્ડર કરવામા સમય વ્યતીત થાય
એમ હોવાથી કોન્ટ્રાકટરના અગાઉના ટેન્ડરને રીવાઈઝ કરવા ઉપરાંત મંજુર થયેલ ટેન્ડરની
મર્યાદામા ૩૦ ટકા સુધીનો વધારો એટલે કે રુપિયા ૭.૪૭ કરોડ વધારી રુપિયા ૩૨.૩૭ કરોડ
ઉપરાંત જી.એસ.ટી.અલગથી ચૂકવવા સાથે ટેન્ડર રીવાઈઝ કરી મંજુરી આપી દેવામા આવી.મધ્ય
ઝોનના જુદા જુદા વોર્ડમાં રોડ રીસરફેસ કરવા અંદાજીત ભાવથી ૩૩ ટકા વધુ ભાવના એટલે
કે રુપિયા ૨૨.૭૩ કરોડના વાર્ષિક ટેન્ડરને મંજુરી આપી દેવાઈ છે.જેમા બે વખત ભાવ
નેગોશીએશન પછી પણ ૩૩ ટકા વધુ ભાવ ચૂકવવા દરખાસ્ત મંજુર કરાય એ બાબત મેળાપીપણા તરફ
ઈશારો કરે છે.

૩૨ કરોડનુ ટેન્ડર ૪૨ કરોડનુ કરી દેવાયું

પશ્ચિમ ઝોનમા આવેલા જુદા જુદા વોર્ડમાં નવા રોડ બનાવવા તથા
હયાત રસ્તા રીગ્રેડ કરી રીસરફેસ કરવા વાર્ષિક કોન્ટ્રાકટ ટેન્ડર કરાયુ
હતુ.કોન્ટ્રાકટર એપેક્ષ પ્રોટેકના અંદાજીત ભાવથી ૩૨ ટકા વધુ ભાવના બીજી મે-૨૫ના
રોજ મંજુર થયેલા રુપિયા ૩૨.૯૪ કરોડના બજેટમાં રુપિયા દસ કરોડનો વધારો કરી રુપિયા
૪૨.૮૩ કરોડનુ ટેન્ડર મંજુર કરી દેવાયુ.શાસકોએ દલીલ એવી કરી કે
, પંતગ મહોત્સવ
વખતે આ કોન્ટ્રાકટર દ્વારા તાકીદે રોડ રીસરફેસ કરવામા આવ્યા હતા.



Source link

Related Articles

Back to top button