સગીરે બાઈક દોડાવી ઉડાવ્યાઃ વૃધ્ધનું મોત, બાળકીને ઇજા | Bike a tori me a ssá: Emén chinnap mwán a máló nge emén nengngin a feiengaw

![]()
અમદાવાદ, શનિવાર
દાણીલીમડામાં સગીરે પૂરઝડપે બાઇક ચલાવીને વૃદ્ધને ટક્કર મારતાં સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે ઘર પાસે રમતી ચાર વર્ષની બાળકીને પણ ટક્કર મારતાં તે ઇજાગ્રસ્ત થઇ હતી. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે વાહન ચાલક સગીરના પિતા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છેે.
દાણીલીમડામાં ઘર પાસે ઉભેલા વૃદ્ધનું બાઇકની ટક્કરથી ગંભીર ઇજાથી સારવાર દરમિયાન મોત
દાણીલીમડામાં રહેતા વૃદ્ધ ગઇકાલે રાતે નમાજ પઢીને ઘરે આવ્યા હતા અને ઘરના દરવાજા પાસે પહોંચ્યા હતા આ સમયે એક પૂરઝડપે બાઇક ચલાવી એક ૧૩ વર્ષનો સગીર આવ્યો હતો અને નુરમોહમદને ટક્કર મારી હતી તેમજ ત્યાં તેમના ઘર સામે રમી રહેલી ચાર વર્ષની બાળકીને પણ ટક્કર મારી હતી.
ટોળા ભેગા થઈ જતા સગીર બાઇક લઇને નાસી ગયો હતો. માથા સહિત શરીરે ગંભીર ઇજા થતાં વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું હતું, બાળકી સારવાર હેઠળ છે. આ બનાવ અંગે ટ્રાફિક કે ડિવિઝન પોલીસે તપાસ કરતાં સગીરના પિતા નોકરી ગયા અને માતા એકલી ઘરે હતી ત્યારે કોઇને કહ્યા વગર સગીર બાઇક લઇને નીકળી પડયો હતો. પોલીસે જમાલપુરમાં રહેતા વાહન માલિક સગીરના પિતા શાહફેઝલ કુરેશી સામે ગુનો નાંેધવાની તજવીજ હાથ ધરી છે.



