સેક્ટર-૧૩માં એક સાથે બે ઇકો ગાડીમાંથી રૃપિયા ૬૦ હજારના સાયલેન્સર કાઢી ગયાં | Silencers worth Rs 60 000 removed from two Eco cars at once in Sector 13

![]()
સાયલેન્સની ચોરી કરતી ટોળકી ફરી સક્રિય
ચોરીની કરતુત સીસીટીવીમાં કેદ ઃ ત્રણ શખ્સ વહેલી સવારે નંબર પ્લેટ વગરની ગાડીમાં આવીને ચોરી કરી ગયા હતાં
ગાંધીનગર : પાટનગરમાં ઇકો ગાડીના સાયલેન્સરની ચોરી કરતી જતી ટોળકી
ફરીવાર સક્રિય થઇ છે. સેક્ટર ૧૩માં કોમન પ્લોટમાં પાર્ક કરવામાં આવેલી એક સાથે બે
ઇકો ગાડીમાંથી રૃપિયા ૬૦ હજારના સાયલેન્સર તસ્કરો કાઢી ગયાની ફરિયાદ નોંધાઇ છે.
જોકે ચોરીની કરતુત સીસી ટીવીમાં રેકોર્ડ થઇ છે. જેમાં ત્રણ શખ્સ વહેલી સવારે નંબર
પ્લેટ વગરની ગાડીમાં આવીને ચોરી કરી ગયાનું જણાતાં પોલીસે તપાસ શરૃ કરી છે.
આ બનાવ અંગે ચીઝ-પનીરનો વ્યવસાય કરતાં અને સેક્ટર ૧૩-એમાં
પ્લોટ નંબર ૬૭૩-૨માં રહેતાં બ્રિજેશ પરમારે સેક્ટર ૭ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
હતી. તેમાં જણાવવામાં આવ્યા પ્રમાણે ગત ડિસેમ્બર મહિનામાં ચોરીનો આ બનાવ બન્યો
હતો. તેમાં તેની ઇકો ગાડી અને પાડોશી કમલેશ પરમારની ઇકો ગાડીમાંથી સાલેન્સરની ચોરી
થઇ હોવાનું જણાવાયુ હતું. ગાડીનો વીમો હોવાથી તેના દ્વારા ક્લેમ કરવામાં આવ્યો
ત્યારે વીમા કંપની દ્વારા પોલીસ ફરિયાદ થયેલી હોવાનો પુરાવો માંગવામાં આવ્યો હતો.
જેના પગલે આ ફરિયાદ નોંધવવામાં આવી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે, કે ઇક હાડીઓમાંથી
સાયલેન્સની ચોરીનો બનાવ નજીકમાં લગાડેલા સીસી ટીવી કેમેરામાં રેકોર્ડ થયા હતાં.
તેના પ્રમાણે ત્રણ આરોપીઓ ગત તારીખ ૩૦મી ડિસેમ્બરે વહેલી સવારે નંબર પ્લેટ વગરની
આઇ-૨૦ કારમાં આવ્યા હતાં અને નટ-બોલ્ટ ખોલીને સાયલેન્સર કાઢી લઇ નાશી ગયા હતાં.
સેક્ટર ૭ પોલીસ દ્વારા આ સંબંધમાં તપાસ શરૃ કરીને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન
કારાય છે.



