અમરેલી: સાવરકુંડલામાં ગેસ સિલિન્ડરના રજિસ્ટ્રેશન માટે લોકોની લાંબી લાઈનો, ઓનલાઈન બુકિંગ ઠપ્પ! | Long Queues for Gas Registration in Savarkundla Amid LPG Shortage in Amreli

![]()
Gas Cylinder Registration In Amreli: એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયા અને ઘરે બેઠા સુવિધાની વાતો કરી રહી છે, ત્યારે બીજી તરફ અમરેલીના સાવરકુંડલામાં ગેસની અછતને વચ્ચે લોકોને કાળઝાળ ગરમીમાં રસ્તા પર ઉતરવાની નોબત આવી છે. સાવરકુંડલાના દેવળાગેટ વિસ્તારમાં આવેલી એક ગેસ એજન્સી પર બાટલા માટે રજિસ્ટ્રેશનને લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
ઓનલાઈન સિસ્ટમ ખોરવાતા ગ્રાહકો પરેશાન
મળતી માહિતી અનુસાર, ગેસ સિલિન્ડરના રજિસ્ટ્રેશનમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે. લોકો જ્યારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવે છે ત્યારે મોબાઈલમાં કન્ફર્મેશન મેસેજ ન આવતા હોવાથી મોટી મુંઝવણ ઊભી થઈ છે. આ સમસ્યાને કારણે ગેસ ધારકોએ ફરજિયાતપણે એજન્સી પર રૂબરૂ આવવું પડી રહ્યું છે.
લોકોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, સાવરકુંડલા મામલતદાર તંત્રની ઘોર લાપરવાહીના કારણે જનતા પરેશાન થઈ રહી છે. ખાનગી એજન્સીઓ નફો કમાઈ રહી છે પણ ગ્રાહકોની પાયાની સુવિધાઓ પ્રત્યે આંખ આડા કાન કરી રહી છે. ડિજિટલ સુવિધાઓના નામે માત્ર હેરાનગતિ થતી હોવાનો આક્ષેપ પણ ગ્રાહકોએ કર્યો છે.


