गुजरात

જામનગરમાં સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં રહેતા ઇજનેર યુવાનના ઘરમાં મોડી રાત્રે તસ્કર ત્રાટક્યો | thief attacked house of young engineer living in Central Bank area of ​​Jamnagar



Jamnagar : જામનગરમાં સેન્ટ્રલ બેન્ક નજીક લુહારસારમાં રૂગનાથ ફળીમાં રહેતા અને એક ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા મુર્તુઝા ઈકબાલભાઈ જુણેજા નામના 26 વર્ષના ઈજનેર યુવાને ગઈકાલે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના ઘરમાંથી રૂપિયા 80,000 ની કિંમતમાં કિંમતી આઈફોન અને 2,000ની રોકડ રકમની ચોરી થઈ ગઈ હોવાનું જાહેર કર્યું છે.

પોલીસમાં જણાવાયા અનુસાર ફરીયાદી યુવાન પરમદિને મોડી રાત્રે પોતાના ઘરમા સુઈ ગયો હતો, અને પોતાનો 80 હજારનો કિંમતી ફોન બહારના હોલમાં સોફા પર રાખ્યો હતો. જેની સાથે 2,000ની રોકડ રકમ પણ મૂકી હતી. દરમિયાન રાત્રિના 3.00 વાગ્યે કોઈ અજાણ્યો તસ્કર ઘરમાં ઘૂસ્યો હતો, અને મોબાઈલ તેમજ રોકડ રકમ લઈને ભાગવા જઈ રહ્યો હતો. જેને પડકારવા જતાં તસ્કર બાલ્કનીમાંથી બીજા માળેથી છલાંગ લગાવીને ભાગી છૂટ્યો છે, જેને પોલીસ શોધી રહી છે.



Source link

Related Articles

Back to top button