गुजरात

જામનગર પાલિકા દ્વારા સ્થાવર-જંગમ મિલ્કત જપ્તી અંગેની તથા પાણી પુરવઠો અસ્થાઈ રૂપે બંધ કરવા અંગેની આખરી નોટીસ | Final notice regarding seizure of property and water supply by Jamnagar Municipality



Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્થાવર/જંગમ મિલ્કતો જપ્તી અગેની તથા પાણી પુરવઠો અસ્થાઈ રૂપે બંધ કરવા અંગેની જાહેર નોટીસ 6 માર્ચના રોજ પ્રશિદ્ધ કરવામાં આવી હતી. જે પ્રશિદ્ધ થયેલી જાહેર નોટીસના 7 દિવસ ગઈકાલ તા.13/03/2026 નાં પૂર્ણ થતાં હોય. ટેક્સ વિભાગના રેકર્ડ અનુસાર જાહેર નોટીસની મુદત દરમ્યાન બાકીદારો દ્વારા ટેક્સ અને ચાર્જીસ જામનગર મહાનગરપાલિકામાં ભરપાઈ કરેલા નથી.

આથી આજે તા.14/03/2026 થી જાહેર નોટીસમાં દર્શાવ્યા અનુસારની કામગીરી જામનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવનાર હોય અને અમુક વિસ્તારોનો પાણી પુરવઠો અસ્થાઈ રૂપથી બંધ કરવામાં આવનાર છે. જેમાં વોર્ડ નં.01 માં શાંતિનગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ મછરનગર, શાસ્ત્રીનગર, મોમાઈનગર, કાપડમિલની ચાલી, વોર્ડ નં.2 માં ધરારનગર-1 આંબેડકર ધામ, સેનાનગર/વાયુનગર, સ્વામીનારાયણ ધામ, યોગેશ્વર ધામ, તિરુપતિ પાર્ક, શીવ ટાઉનશીપ, રાધાકૃષ્ણ પાર્ક, જય દ્વારિકાધીશ પાર્ક, રવિ પાર્ક, વોર્ડ નં.05 રવિ પાર્ક, શિવનગર, રાધાકૃષ્ણ પાર્ક, યોગેશ્વર નગર, યોગેશ્વર ધામ સોસાયટી, મહારાજા સોસાયટી અને તારમામદ સોસાયટી, વોર્ડ નં.13 માં શક્તિ સોસાયટી, રામકૃષ્ણ સોસાયટી, સરસ્વતી સોસાયટી, પ્રવીણ દાઢીની વાડી, ગોકુલ નગર રડાર રોડ, નાઘેડી સબ સ્ટેશન, વોર્ડ નં.15 માં મયુર બાગ, શ્રીજી નગર, સેટેલાઈટ પાર્ક, સાયોના શેરી, મારૂતિ નગર, રમેશ હાર્ડવેર વાળી શેરી, વોર્ડ નં.17 માં હર્ષદમિલની ચાલી, જાગૃતિ સોસાયટી, આંબેડકર વાસ, સાધના કોલોની, પટેલ પાર્ક ગ્રીન સીટી, લક્ષ્મી નગર, મથુરા નગર, મયુર ગ્રીન, પટેલ નગર, વૃંદાવન પાર્ક, આશીર્વાદ દીપ, મંગલધામ સોસાયટી, દ્વારિકાધીશ સોસાયટીમાં પાણી પૂરવઠો બંધ કરવામાં આવનાર છે.

 આ વિસ્તારોના બાકી વેરા વસુલાત અન્વયે બાકીદારોની સ્થાવર/જંગમ મિલ્કતો જપ્તી કરવામાં આવશે. જેની જાહેર જનતા જોગ જાણ કરવામાં આવનાર છે. તેમ આસી.કમિશનર (ટેક્સ) જામનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.



Source link

Related Articles

Back to top button