ખારસીમાંથી ઇંગ્લિશ દારૂ ભરેલી કાર મળી આવી | Car loaded with English liquor found in Kharsi

![]()
– બુટલેગર બહારથી વેપલો કરવા માટે દારૂ લાવ્યો હતો
– પેરોલ ફર્લો સ્ક્વોર્ડે વિદેશી દારૂ, કાર મળી રૂ. 8.65 નો મુદામાલ કબ્જે લીધો
ભાવનગર : તરસામીયા રોડ ખારસી વિસ્તાર હનુમાન વાડી ખોડીયારનગર ખાતે પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે ઇંગ્લિશ દારૂ ભરેલી કાર પકડી પાડી હતી. જ્યારે દારૂનો વેપલો ચલાવનાર શખ્સ ફરાર થઈ ગયો હતો.
પેરોલ ફર્લો સ્ક્વોર્ડનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, તરસામીયા રોડ ખારસી વિસ્તાર હનુમાન વાડી ખોડીયારનગર ખાતે રહેતો રાજુ ઉર્ફે લાલો ધીરુભાઈ વેગડ વિદેશી દારૂનો જથ્થો નંબર પ્લેટ વગરની કારમાં ભરીને બહારથી લાવેલ છે. જે બાતમીના આધારે પેરોલ ફર્લોની ટીમે રાજુ ઉફે લાલોના ઘર પાસે દરોડો પાડી ઘર પાસે પાર્ક કરવામાં આવેલી કારમાં તલાશી લેતા ઇગ્લીંશ દારૂની અલગ-અલગ કંપની કાચ પ્લાસ્ટીકની નાની મોટી કંપની સીલપેક બોટલો ૨૮૪ જેની કિંમત રૂ.૨,૬૫,૩૨૦ની મળી આવતા પોલીસે વિદેશી દારૂ કાર મળી રૂ.૮,૬૫,૩૨૦નો મુદામાલ કબ્જે લીધો હતો. જ્યારે રાજુ ઉફે લાલો ફરાર થવામાં સફળ રહ્યો હતો. આ બનાવ સંદર્ભે પેરોલ ફર્લો સ્ક્વોર્ડે શખ્સ વિરૂધ્ધ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



