લાઇટ બિલ ભરવાના મુદ્દે બે ભાઇઓ વચ્ચે ઝઘડો | Two brothers fight over electricity bill payment

![]()
વડોદરા,પાણીગેટ હરણખાના રોડ પર લાઇટ બિલ ભરવાના મુદ્દે એક જ બિલ્ડિંગમાં રહેતા બે ભાઇઓ વચ્ચે ઝઘડો થતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે.
પાણીગેટ હરણખાના રોડ કહાર મહોલ્લામાં રહેતા મચ્છીના વેપારી ચેતનભાઇ શનાભાઇ પરદેશીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારે એક દિવસ અગાઉ મારા ભાઇ વિજય સાથે લાઇટ બિલ ભરવાના મુદ્દે ઝઘડો થયો હતો. તેની અદાવત રાખી ગત ૧૧ મી તારીખે મોડીરાત્રે મારા ભાઇના સાળા તથા અન્ય એક સગીરે સ્ટીલની ડોલથી હુમલો કર્યો હતો. મને લોખંડનો પંચ મારી દેતા હું નીચે પડી ગયો હતો.મારા દીકરાઓને પણ પંચ અને લાકડી વડે હુમલાખોરોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જ્યારે સામા પક્ષે વિજય પરદેશીએ પોતાના ભાઇ તથા તેના પરિવારના સભ્યો સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, લાઇટ બિલ ભરવા બાબતે થયેલી તકરારની અદાવત રાખી વિજય અને તેના પુત્રો હિરેન તથા યશે ભેગા મળીને હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.



